ભાવનગરઃ ભાવનગર શહેર માટે સારી બાબત સામે આવી છે. ખાસ કરીને જ્યાં ભાવનગરનું વેટલેન્ડ આવેલું છે. આ વેટલેન્ડમાં મહાનગરપાલિકાનો કચરાના ઢગનો ડંપિંગ પ્લાન્ટ આવેલો છે. GOOD NEWS એ છે કે ડંપિંગ પ્લાન્ટમાં રહેલો લાખો ટન કચરો અડધો થઈ ગયો છે (Waste Management Project in Bhavnagar )અને આવતા એક વર્ષમાં શું થશે સ્થિતિ (Bhavnagar Corporation Planning) તેના પર સંપૂર્ણ ચિતાર જાણો.
મહાનગરપાલિકાના ડંપિંગ સાઇટ પર કચરો અડધો થયો કેમ અને કેટલો હતો
ભાવનગર શહેરમાં રોજનો 200 ટન કચરો નીકળે છે. આ 200 ટન કચરાનો નિકાલ એક વર્ષ પહેલાં બે વર્ષ સુધી ન હતો. એટલે કે 2015 2016 બાદ એક કંપની જતી રહી અને બાદમાં બે વર્ષ સુધી કચરાના ઢગ થતા રહ્યા અને વેટલેન્ડમાં કચરાના ઢગ ખડકાતા ગયા હતા. ત્યારે મહાનગરપાલિકાનો કુલ 5.50 લાખ કચરાનો ઢગ થયો હતો. મહાનગરપાલિકાએ બે કંપનીઓને એક વર્ષ પહેલાં કોન્ટ્રાકટ આપ્યો (Waste Management Project in Bhavnagar ) અને એક વર્ષના અંત સુધીમાં 2 લાખ ટન કચરાનો નિકાલ કર્યો અને હાલમાં માત્ર 2 થી 2.50 લાખ ટન કચરો રહ્યો છે. આ કચરાનો નિકાલ પણ એક વર્ષના આવનાર સમયમાં કરી દેવામાં આવશે. તેથી ભવિષ્યમાં માત્ર રોજનો 200 ટન કચરાનો જ નિકાલ (Bhavnagar Corporation Planning) કરવાનો રહેશે.
ડંપિંગ સાઈટમાં નીકળતો અલગઅલગ કચરો અને તેનો નિકાલ
ભાવનગર મહાનગરપાલિકાએ એબેલોન અને નર્મદે નામની બે કંપનીઓને કોન્ટ્રાકટ આપેલો છે. આ બે કંપનીઓ રોજના 1000 ટન કચરાનો નિકાલ (Waste Management Project in Bhavnagar ) કરી રહી છે. છ ટ્રો મિલો મુકવામાં આવી છે જેમાંથી પ્લાસ્ટિક, કાચ લોખંડ અને વર્મી કમ્પોઝ ખાતર અલગ થાય છે. આમ કંપનીઓ RDF (રેફ્યુઝ ડીરાઈવડ ફ્યુઅલ ) અને કમ્પોઝ ખાતર બનાવી રહી છે. મહાનગરપાલિકા આ સિવાય પણ નવું કરવાની (Bhavnagar Corporation Planning) તૈયારીમાં છે.
હવે 3 લાખ ટન કચરો રહ્યો
સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી જે. એમ. સોમપુરાએ જણાવ્યું હતું કે હવે માત્ર 2.50 લાખથી 3 લાખ ટન વચ્ચે કચરો રહ્યો છે. જેનો નિકાલ આગામી એક વર્ષમાં થઈ જશે અને કચરાના ઢગ નેસ્તનાબુદ (Waste Management Project in Bhavnagar ) થશે. વધેલા વર્મિકમ્પોઝ ખાતરને પાથરીને અર્બન ફોરેસ્ટ બનાવવાનો પ્લાન ઘડાયો છે. મહાનગરપાલિકા આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં (Bhavnagar Corporation Planning) સારા ક્રમાંક (swachh bharat mission) મેળવવા કચરાના ઢગને દૂર કરવામાં લાગી છે. આગામી વર્ષમાં મહાનગરપાલિકાને સફળતા પણ પ્રાપ્ત થવાના એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Bhavnagar Municipal Corporation Revenue: આ એક પદ્ધતિથી 100 કરોડને પાર પહોંચી ગઈ આવક
આ પણ વાંચોઃ ભાવનગરમાં ઠેર ઠેર ઈંડાની લારીઓ-મચ્છીનું વેચાણ, કરવામાં આવી શકે છે કાર્યવાહી