ETV Bharat / city

Indranaj accident: વરતેજ ગામમાં આક્રંદ, કાળનો કોળીયો થયેલાં પરિવારને અપાઈ શોકાંજલિ - Indranaj accident victim ajmeri family

આજે વહેલી સવારે આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ( Indranaj accident ) નજીક ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં જે અજમેરી પરિવાર હોમાઈ ગયો તે ભાવનગરના વરતેજ ગામનો હતો. વરતેજ સહિતના આસપાસના ગામોમાં વસતાં અજમેરી સમાજમાં આ ઘટનાને લઇને શોકનું મોજું ફરી વળ્યું છે.

Indranaj accident: વરતેજ ગામમાં હાહાકાર, કાળનો કોળીયો થયેલાં પરિવારને અજમેરી સમાજે આપી શોકાંજલિ

author img

By

Published : Jun 16, 2021, 6:56 PM IST

Updated : Jun 16, 2021, 8:06 PM IST

  • આણંદના ઇન્દ્રણજ ગામ પાસે અકસ્માતમાં અજમેરી પરિવારના મોતનો મામલો
  • Indranaj accident મૃતકોના ગામ વરતેજમાં શોકનું મોજું ફરી વળ્યું
  • સમસ્ત અજમેરી સમાજે શોકાંજલિ પાઠવી
  • અકસ્માતમાં 5 પુરુષ, 2 મહિલા અને 2 બાળકના મોત થયાં હતાં

    ભાવનગરઃ ભાવનગર શહેરના વરતેજ ગામે રહેતો અજમેરી પરિવારને આજે વહેલી સવારે સુરતથી ભાવનગર તરફ ઇકો કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ઇન્દ્રણજ પાસે ગમખ્વાર અકસ્માતની ( Indranaj accident ) ઘટના બની હતી. જેમાં ગાડીમાં સવાર બે બાળકો સહિત 9 વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. સ્થાનિક પોલીસ સહિત DYSP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યાં હતાં અને કારમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી કરી હતી.

વરતેજ નજીકના આદમજીનગર, કુંભારવાડા અને સીદસરમાં માતમ

વહેલી સવારે બનેલ ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગેલ સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે. અકસ્માતના ભાવનગર શહેરના જુદા-જુદા ત્રણ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વરતેજ નજીકના સર આદમજીનગરમાં રહેતા સીરાજભાઈ અજમેરી (40) તેમના પત્ની મુમતાજબેન અજમેરી (35) અને તેમની ૪ વર્ષની બાળકી રઈજ અજમેરી તેમજ મૃતક સીરાજભાઈ અજમેરીના બેનબનેવી અનિશાબેન અલ્તાફભાઈ (30) અને અલ્તાફભાઈ (35), તથા મુસ્કાન અલ્તાફભાઈ (06) તેમજ વરતેજના મામાભાણેજ રહીમભાઈ સૈયદ (60), મુસ્તુફા ડેરૈયા (22) અને સીદસર ગામના રહેવાસી ઇકો કારના ડ્રાઈવર રાધવભાઈ ઉર્ફે ઉકાભાઈ ગોહેલનું મોત નીપજતાં ભાવનગર શહેર અને જિલ્લામાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

વરતેજ સહિતના આસપાસના ગામોમાં વસતાં અજમેરી સમાજમાં આ ઘટનાને લઇને શોકનું મોજું ફરી વળ્યું

શું કહી રહ્યાં છે લઘુમતી સમાજ અગ્રણી

ભાવનગરના અજમેરી પરિવાર અને તેમના સગાંઓ સહિત ભાવનગરના ુલ 9 લોકોના તારાપુર અક્સdમાતમાં ( Indranaj accident ) મોત થયા અંગેના સમાચાર મળતાં તેઓ ભાવનગરના ક્યાં વિસ્તારના લોકો છે તે અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાંં વરતેજના નાના એવા આદમજીનગરના લોકો છે, જમાલભાઈ નામના વૃદ્ધના પરિવારના સભ્યો હોવાનું જાણવા મળતાં અમે સ્થાનિક નગરસેવક ઉપેન્દ્રસિંહ, મેયર અને જીતુભાઈ વાઘાણી સાથે વાત કરી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવી છે. ઘટનાના પગલે મુખ્યપ્રધાન રુપાણી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ટ્વીટ કરી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ તેમના પરિવારજનોને સરકાર તરફથી કોઈ સહાય મળે તે માટે વાત થઈ છે.

આ પણ વાંચોઃ તારાપુર પાસે ગોઝારા અકસ્માતમાં 9ના કમકમાટીભર્યા મોત

શું કહી રહ્યાં છે અજમેરી સમાજ આગેવાન

વહેલી સવારે જે અકસ્માતની ( Indranaj accident ) ઘટના બની છે તેમાં અમારા અજમેરી સમાજના સભ્યો અને તેમના બેનબનેવી સહિતના 6 લોકોના નિધન થયાં છે તેમજ અન્ય બે લોકો અને એક ડ્રાઈવર સહિત 9 લોકોના મોત નીપજ્યાં છે, તે બાબતે સમગ્ર અજમેરી સમાજ દુઃખ વ્યક્ત કરે છે. આ બાબતે તેમના પરિવારજનોને મળી તેમને સાંત્વના પાઠવી તેમની અંતિમવિધિ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમારા અજમેરી સમાજમાં આવી પ્રથમવાર દુઃખદ ઘટના ઘટી છે.

આ પણ વાંચોઃ આણંદ અકસ્માત: મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સંવેદના વ્યક્ત કરી

Last Updated : Jun 16, 2021, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.