ETV Bharat / city

DyCMની બે અગત્યની જાહેરાત : 11 માળની નવી હોસ્પિટલ અને લેપ્રેસીમાં હોસ્પિટલની જાહેરાત - સર ટી હોસ્પિટલ

ભાવનગરની મુલાકાતે આવેલા (Deputy CM Nitin Patel) નીતિન પટેલે બે મોટી જાહેરાત કરી હતી જેને લઇને ભાવેણાવાસીઓ ખુશ થયાં હતાં.તેમણે ભાવનગર માટે બે મોટી હોસ્પિટલ બનાવવાની વાત કરી છે.

DyCMની બે અગત્યની જાહેરાત : 11 માળની નવી હોસ્પિટલ અને લેપ્રેસીમાં હોસ્પિટલની જાહેરાત

author img

By

Published : Jul 3, 2021, 9:25 PM IST

  • ભાવનગર શહેર માટે બે મોટી જાહેરાત
  • DyCM નીતિન પટેલે કરી જાહેરાત
  • સર ટી હોસ્પિટલમાં 11 માળની નવી હોસ્પિટલ બનશે
  • લેપ્રસી હોસ્પિટલ પણ બનાવાશે
  • 11 માળની નવી હોસ્પિટલ અને લેપ્રેસિમાં હોસ્પિટલની જાહેરાત

    ભાવનગરઃ ભાવનગર શહેરમાં નાયબ મુખ્યપ્રધાન (Deputy CM) નીતિન પટેલ અચાનક સર ટી હોસ્પિટલની મુલાકાતે આવ્યાં હતાં. મુલાકાત સમયે વિભાવરીબેન દવે અને જીતુભાઇ વાઘાણી સાથે રહ્યાં હતાં. શહેરની સર ટી હોસ્પિટલમાં નવી 11 માળની હોસ્પિટલની જાહેરાત કરી હતી તો લેપ્રેસીમાં પણ હોસ્પિટલની જાહેરાત કરી અન્ય શહેરને સંલગ્ન વિકાસના કામો વિશે માહિતી આપી હતી.
    ભાવનગર માટે બે મોટી હોસ્પિટલ બનાવવાની વાત

    અન્ય વિકાસના કામોનો હિસાબ આપ્યો
    ભાવનગર આવેલા નાયબ મુખ્યપ્રધાન (Deputy CM) નીતિન પટેલ બોટાદ બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ માટે આવ્યાં હતાં. હોસ્પિટલની મુલાકાત બાદ નીતિન પટેલે મહિલાઓ અને બાળકો માટેની 300 બેડની 11 માળની નવી હોસ્પિટલ નિર્માણ પામશે તેવી જાહેરાત કરી હતી. હાલમાં જૂનું બિલ્ડીંગ જર્જરિત છે અને તેને પાડવાના આદેશ પણ થઈ ચૂક્યાં છે ત્યારે નવી જાહેરાત રાહત આપતી છે. આ સાથે ભાવનગરમાં દવાઓના સ્ટોકના સંગ્રહ માટે અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે દવાઓ માટેનું ગોડાઉન બનશે તો લેપ્રસી હોસ્પિટલ ખાતે 50 બેડની મેન્ટલ હોસ્પિટલ બનશે તેની પણ જાહેરાત કરી હતી. ભાવનગરને જોડતા માર્ગોને ચાર માર્ગીય બનાવવા માટે ફેઝ-2 ના કામની શરૂઆત થશે તેવું જણાવ્યુ હતું.

    અત્યાર સુધીમાં 2.65 કરોડ લોકોને કોરોનાની રસીથી સંરક્ષિત કર્યા

Deputy CMએ કહ્યું કે રાજ્ય સરકારની ત્વરિત નિર્ણાયકતાને પગલે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટને કારણે કોરોનાના સંક્રમણને મહદઅંશે નિયંત્રિત કરી શકાયું છે. મહામારીમાં પણ લોકોની મુશ્કેલી સમજી ઉદ્યોગધંધાને છૂટછાટ સાથે ચાલુ રાખી લોકોને રોજગારી સાથે રાજ્ય સરકારની આવક પણ જાળવી રાખી છે. રાજ્યમાં રોજ ત્રણ લાખ લોકોને વ્યક્તિના સાથે અત્યાર સુધીમાં 2.65 કરોડ લોકોને કોરોનાની રસીથી સંરક્ષિત કર્યા છે તેમ નીતિન પટેલે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાત દરમિયાન જણાવ્યું છે.

આ પણ વાંચોઃ સર ટી હોસ્પિટલનું 7 માળનું બિલ્ડીંગ પાડવાનો આદેશ છતાં બિલ્ડીંગ ફરી શરૂ, દર્દીઓના જીવને જોખમ

ભાવનગરમાં સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ અંગે નિરીક્ષણ

સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગોની સ્થળ મુલાકાત અને નિરીક્ષણ બાદ Deputy CMએ રૂવાપરી ખાતે આવેલ લેપ્રસી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાથે રહ્યાં હતાં. કોરોનાના સમયગાળામાં અલંગને જરૂરી મદદ કરવામાં આવી હતી. આ સિવાય ઘોઘા તાલુકામાં એક સામૂહિક આરોગ્યકેન્દ્ર તૈયાર થઈ ગયું છે તે નજીકના ભવિષ્યમાં લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત દિવાળી સુધી 80 કરોડ ભારતીય નાગરિકોને અનાજ સુરક્ષા હેઠળ અનાજ આપવામાં આવશે તેમ Deputy CM નીતિન પટેલે જણાવ્યું હતું.

આ મુલાકાત સમયે તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી,કલેકટર યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા તથા લેપ્રસી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ પણ વાંચોઃ મ્યુકોરમાઈકોસિસ જેટલું જ ઘાતકી Bacterial Infection : ભાવનગરમાં કરાઈ 50થી વધારે સર્જરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.