ETV Bharat / city

Tauktae Cycloneના કારણે મહુવામાં 2,000 એકર જમીનમાં મીઠાનું ધોવાણ થયું - મીઠાના અગરિયાઓને મોટું નુકસાન

રાજ્યમાં મે મહિનામાં તૌકતે વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા હતા. તો ભાવનગરના મહુવા પંથકમાં પણ વાવાઝોડાના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. અહીં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આ ઉપરાંત મીઠા ઉદ્યોગમાં (Salt industry) પણ માઠી અસર જોવા મળી છે.

Tauktae Cycloneના કારણે મહુવામાં 2,000 એકર જમીનમાં મીઠાનું ધોવાણ થયું

author img

By

Published : Jul 31, 2021, 4:09 PM IST

  • મહુવાના દરિયાકિનારે વાવાઝોડાના કારણે મીઠાના અગરિયાઓને મોટું નુકસાન
  • અંદાજે 2,000 એકરથી વધારે વિસ્તારમાં મીઠાના પાકનો સંપૂર્ણ નાશ
  • કરોડો રૂપિયાના નુકસાન સામે તંત્રએ એકરદીઠ 3,000 રૂપિયાની સહાય આપવાની કરી જાહેરાત
  • વાવાઝોડાને 2 મહિનાથી વધુનો સમય થવા છતાં કોઈ સરકારી અધિકારીઓ મહુવા નથી આવ્યા

ભાવનગરઃ રાજ્યમાં મે મહિનામાં આવેલા તૌકતે વાવાઝોડાની માઠી અસર ભાવનગરમાં (Bhavnagar) પણ જોવા મળી હતી. અહીં મહુવા પંથકમાં ખેરા, પટવા, ચાંચબંદર સહિતના દરિયાઈ વિસ્તારોમાં મોટાપાયે મીઠા પકવવાનો વ્યવસાય ચાલી રહ્યો છે, પરંતુ તૌકતે વાવાઝોડું આવતા આ વિસ્તારમાં તબાહી સર્જાઈ હતી. મહુવામાં તૌકતે વાવાઝોડાના કારણે અંદાજે 2,000 એકરમાં પકવેલું મીઠું તણાઈ ગયું હતું. આ સાથે જ અગરિયાઓના સોલાર પેનલ (Solar Panel) અને મશીનરીને (Machinery) પણ વ્યાપક નુકસાન થયું હતું.

મહુવામાં 2,000 એકર જમીનમાં મીઠાનું ધોવાણ થયું

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારોએ વધુ વળતરની માંગ કરી

2,000 એકરની જમીનમાં મીઠું પકવવામાં આવે છે

મહુવા વિસ્તારમાં સહકારી મંડળી (Cooperative Society) સહિતના મીઠા પકવતા યુનિટ (Salt baking unit) આવેલા છે, જેમાં લગભગ 2,000 એકર જમીનમાં માત્ર મીઠું પકવવામાં આવે છે. તેમાં પણ 10 એકરની જમીન ધરાવતા નાના અગરિયાઓની 930 એકર જમીન છે. GHCLની 1,600 એકરથી વધારે જમીન આવેલી છે અને હાલ વાવાઝોડા (Cyclone) બાદ એકરદીઠ 100 ટનથી વધારે નુકશાન થયું છે. અહીં મીઠાના ભાવ 540 રૂપિયા ટન ચાલી રહ્યા છે એટલે કે 10 કરોડથી પણ વધુનું નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટર પાકોમાં ભારે નુકસાન: સર્વે

અગરિયાઓને નુકસાનની ચૂકવણી ચાલી રહી છે

આવા સમયે સરકાર દ્વારા એકરદીઠ માત્ર 3,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ હજી સુધી એક પણ સરકારી અધિકારીએ અહીંની મુલાકાત લીધી નથી અને અહીંના લોકોને ઓફિસ પર આવી ફોર્મ ભરવાનું જણાવવામાં આવે છે. આનાથી અહીંના લોકોમાં નારાજગી જોવા મળી હતી. આ બાબતે તપાસ અધિકારી સાથે તેઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અંદાજે 2,000 એકર જમીનમાં મીઠાનું ધોવાણ થયું છે અને સરકારના ધારાધોરણો મુજબ વળતર ચૂકવણી અંગેની પ્રક્રિયા ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.