- બે વખત કોરોના સંક્રમિત થયા બાદ પણ ભાવનગરના યુવાને નિભાવી કોરોના વોરિયર્સની ભૂમિકા
- હાર્દિક ગાઠાણી સર ટી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ છે
- હાર્દિક ગાઠાણી બન્યા પરિવાર અને સ્ટાફ માટે પ્રરણાસ્ત્રોત
ભાવનગર : જાણી જોઈને કૂવામાં કૂદકો મારવો મૂર્ખામી છે, પણ માનવ સેવા માટે કૂવામાં કૂદકો મારવો જીગરવાળાનું કામ છે. હા કોરોના કાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલમાં ખડે પગે રહેવું જીગરવાળા વ્યક્તિનું કામ છે, એ કામ ભાવનગર સર ટી હોસ્પિટલના એવા કર્મચારી કે જેને 34 વર્ષની વયે સંપૂર્ણ હોસ્પિટલના સંચાલન સાથે માનવ સેવા કરી અને બે વખત કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ હજૂ કોરોના દર્દીના બોમ્બ વચ્ચે મર્દાનગીથી પોતાની ફરજ કોઈ ડર વગર નિભાવી રહ્યા છે. એટલું નહી તેમનો પરિવાર પણ ડરતો નથી અને અન્યને ડરવું નહીં તેવી અપીલ કરી રહ્યો છે
આ પણ વાંચો - ભાવનગર સર ટી હોસ્પિટલનું 7 માળનું બિલ્ડીંગ કોરોના માટે હાયર
ભાવનગરના 34 વર્ષના હાર્દિક ગાઠાણી બે વખત પોઝિટિવ થયા બાદ અડીખમ સેવામાં
ભાવનગર સર ટી હોસ્પિટલમાં રોજના 197 કેસ આવી રહ્યા છે, ત્યારે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ હાર્દિક ગાઠાણી 34 વયના અને ઘરમાં બે કુમણા ફૂલ જેવા બાળકો હોવા છતાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ગત માર્ચ 2020 બાદ હાર્દિક ગાઠાણીને તે સમયમાં એક નહીં બે વખત કોરોનાનું સંક્રમણ થયું હતું. પહેલી વખત સામાન્ય ઉપચારથી સાજા થયા હતા, તો બીજી વખત સંક્રમણ વધારે હોવાથી હાલત બગડી ગઈ હતી, તેમ છતાં પણ સ્વસ્થ થઈને હાર્દિક ગાઠાણી એડમિનિસ્ટ્રેટિવ તરીકે સંપૂર્ણ હોસ્પિટલનું સંચાલન કરી રહ્યા છે. કોરોનાકાળમાં તેમની સેવા ડૉક્ટર્સથી વધુ અદભુત છે. એટલા માટે કે ડૉક્ટર્સની પાળી 8 કલાકે બદલાતી હોય છે જ્યારે એડમિનિસ્ટ્રેટિવ તરીકે હાર્દિક ગાઠાણી બોલાવે, ત્યારે હાજર રહ્યા અને સેવા કરવામાં મો નથી ફેરવ્યું કે નથી ગુસ્સો કર્યો.
શુ કહે છે હાર્દિકભાઈનો પરિવાર?
હાર્દિકના કામને લઈને હાર્દિક ગાઠાણી તેમના પત્ની મેઘા ગાઠાણી જેમની ઉમર 33 વર્ષ છે, જ્યારે ફૂલ જેવા બાળકો આયુશી (12 વર્ષ) અને હેત્વ (7 વર્ષ) છે. હાર્દિક ગાઠાણી પોઝિટિવ થયા બાદ પણ આજદિન સુધી હાર્દિકના ધર્મપત્ની મેઘા બહેન તૂટ્યા નથી. મેઘા બહેન જણાવે છે કે, તેને પોઝિટિવ આવ્યો ત્યારે અમે ડર્યા ન હતા, પણ મક્કમ બનીને પરિસ્થિતિ સામે લડ્યા હતા. હું રોજ યોગ કરું છું અને ખાણીપીણીમાં અમે ધ્યાન રાખીએ છીએ. અમે અન્ય લોકોને પણ અપીલ કરીયે છીએ કે ડરો નહીં અને હિંમતથી ઉપચાર કરો એટલે તમે સ્વસ્થ થઈ જશો.
આ પણ વાંચો - સ્મશાનના ટ્રસ્ટીઓને BMC મેયરે ઇકો બ્રિકેટ લાકડાના સ્થાને ઉપયોગમાં લેવાની કરી અપીલ
હાર્દિકની કામગીરી અને તેમના સાથી કર્મચારીઓ શુ કહે છે?
ભાવનગર સર ટી હોસ્પિટલમાં દરેક કોરોના દર્દીઓને લાવવામાં આવે છે, ત્યારે એડમિનિસ્ટ્રેટિવ તરીકે હાર્દિક હોવાથી તેમને કોરોના વૉર્ડમાં આવવું જવું રહે છે. આ સાથે દરેક ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફ સાથે સંપર્કમાં આવે છે અને શાંતિપૂર્ણ રીતે સમસ્યા હોય કે કોઈ કામ હોય તેનો હલ લાવે છે અને દરેકને સાંભળે છે. હાર્દિક સાથે 24×7 સાથે રહેતા મિતેષ ચૌહાણ જણાવે છે કે, જ્યારે હાર્દિકને પહેલી વખત કોરોના થયો, ત્યારે અમને ડર લાગ્યો હતો અને બીજી વખત આવ્યો ત્યારે પણ બધો સ્ટાફ ડરી ગયો હતો, પણ જે રીતે હાર્દિક સ્વસ્થ થઈને આવીને ફરી કામે લાગી ગયા એટલે અમારી હિંમત વધી ગઈ છે અને આજે પણ હાર્દિક નીડર બની કામ કરી રહ્યા છે, એટલે દરેકે આ મહામારીમાં નીડર બનીને આગળ વધવું પડશે.
હાર્દિક પાસેથી સમજવા જેવી બાબત
કોરોના કાળમાં કોરોના થાય તો સૌ પ્રથમ દરેક દર્દીએ માનસિક રીતે મજબૂત બનવું પડશે અને બાદમાં પરિવારે મજબૂત બનીને દર્દીને સાથ આપવો પડશે. હાર્દિક ખુદ મનથી મક્કમ થઈને લડ્યા અને તેમના પત્ની અને બાળકોએ પણ તેમની હિંમત વધારી ડર્યા વગર આગળ ચાલ્યા તેથી આજે હાર્દિક બે વખત પોઝિટિવ થવા છતાં 200 કેસ આવી રહ્યા છે, ત્યારે પોતાની ફરજ અડીખમ નિભાવી રહ્યા છે.
આ પણ વાંચો - ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અવ્યવસ્થા, સુપ્રીટેન્ડન્ટે ભૂલ ઢાંકવાના કર્યા પ્રયત્નો