ભાવનગરઃવા લોકડાઉન-4માંં નિયમોને આધીન કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ભાવનગરમાં આ છૂટછાટથી લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. નાના મોટા ધંધાનો પ્રારંભ થશે, તો રીક્ષા સહિતની સેવા પણ શરૂ થવાથી રાહત રહેશે.
લોકડાઉન-4માં મળેલી અમુક છૃૂટછાટનો ફાયદો ઉઠાવવાના બદલે લોકોએ તેની જરૂરિયાત મુજબ લઈ અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે. ભાવનગર શહેરમાં લોકડાઉન-4.0માં રાજ્ય સરકાર પર નિર્ણયો છોડ્યા બાદ રાજ્ય સરકારે અનવક છૂટછાટ આપી છે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય ઉદ્યોગો, પાન મસાલાની દુકાનો સહિત રીક્ષા વગેરેને છૂટછાટ આપતા ભાવનગર ચેમ્બર સહિત વેપારી અને નાના લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે.
લોકોએ લાંબા સમય બાદ ધંધા ઉદ્યોગ શરૂ થતાં આનંદ વ્યક્ત કર્યો હતો, પણ આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને સેનિટાઈઝનો ઉપયોગ કરવાં જેવી તકેદારી તો માનવે રાખવી જ પડશે.