- ભાવનગરમાં આરોપીની ધરપકડ કરવી પોલીસને ભારે પડી
- આરોપીના પરિવારે પોલીસ પર હુમલો કર્યો
- પોલીસે સમગ્ર પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીપોલીસ પર પથ્થરમારો
ભાવનગર: શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્રોહીબીશનના આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસની ટીમ પર આરોપીના પરિવારના સભ્યોએ પથ્થરમારો અને કાચની બોટલો ફોડી હતી. જેથી પોલીસે પરિવારના દરેક લોકો વિરુદ્ધ હુમલા અને ફરજ રુકાવટની ફરિયાદ દાખલ કરી છે.

પોલીસ પર પથ્થરમારો
ભાવનગર પોલીસ અત્યારે વોન્ટેડ કે નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે જોરશોરથી કામગીરી કરી રહી છે, ત્યારે પ્રોહીબીશનના ગુનાનો આરોપી હારુન ટિયા પોતાના નિવાસ સ્થાને હોવાની બાતમી પોલસને મળી હતી. જેથી આ આરોપીની ધરપકડ કરવા માટે કોન્સ્ટેબલની ટીમ આરોપીના નિવાસ સ્થાને ગઈ હતી, પરંતુ પોલીસના પહોંચતાની સાથે આરોપીના પરિવારે પોલીસ પર પથ્થર મારો કર્યો અને કાચની બોટલો ફોડી હતી.

પોલીસે ફરિયાદ દાખલ કરી
પોલીસ પર હુમલો થતાં પોલીસે આરોપીના પરિવાર વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને હુમલો કરવાની ફરિયાદ દાખલ કરી છે. જેમાં આરોપી અને તેના ભાઈ મળી કુલ 3 પુરુષ અને 4 મહિલાઓ સામેલ છે.
