- કેન્દ્રિય સ્ટીલ મંત્રાલય દ્વારા નાની રોલિંગ મિલો માટે લેવામાં આવેલા નિર્ણયથી થશે ફાયદો
- જિલ્લામાં 80 જેટલી રોલિંગ મિલો, 15 જેટલી મિલો માત્ર સિહોરમાં
- સ્ટીલ મંત્રાલયે પ્રાયમરી અને સેકેન્ડરીનો તફાવત નાબૂદ કર્યો
- સેંકડો નાની રોલિંગ મિલોમાં નવા ઇન્ડક્શન ફેરનેસ, રોલિંગ મિલોને ખૂબ ફાયદો થશે
ભાવનગર: જિલ્લામાં 80 જેટલી રોલિંગ મિલો આવેલી છે. જેમાંથી 15 જેટલી મિલો માત્ર સિહોર તાલુકામાં આવેલી છે. આ રોલિંગ મિલો દ્વારા લોખંડની પટ્ટી, પાટા તેમજ ઈંગોટ, બીલેટ જેવી પ્રોડક્ટ અલંગ શિપ કટિંગની પ્લેટોમાંથી બનવવામાં આવે છે. જે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા શહેરી વિકાસ માટે મંત્રાલય દ્વારા સ્ટીલ ઉદ્યોગને વેગ આપવા નાની રોલિંગ મિલો તેમજ મોટી રોલિંગ મિલોના તફાવત દૂર કરતા હવે જિલ્લાની નાની રોલિંગ મિલોના પ્રોડકશનનો ઉપયોગ થવાની આશાઓ જાગી છે.
રોલિંગ મિલ એસોસીએશનના પ્રમુખે કરી હતી માંગ
ભાવનગર રોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ પટેલ દ્વારા જણાવેલું કે, કેન્દ્રીય વિભાગો સીપી ડબ્લ્યુ, સડક અને સેકેન્ડરી સ્ટીલ વચ્ચેના ભેદભાવને ગુજરાત અને પંજાબ રોલિંગ મિલ એસો. બે વર્ષથી કેન્દ્રને પ્રાયમરી- સેકન્ડરી પરિવહનને જાણ કરવામાં આવેલી કે, દેશની નાની સ્ટીલનો મતભેદ હટાવવા માંગ કરી હતી. જે બાબતે નાની સ્ટીલ મંત્રાલયે પ્રાયમરી અને સેકેન્ડરીનો તફાવત નાબૂદ કરતા નાની સેંકડો રોલિંગ મિલોમાં નવા ઇન્ડકશન ફેરનેશ, રોલિંગ મિલોને ખૂબ ફાયદો થશે.
કેન્દ્ર સરકારના નિર્ણયથી રોલિંગ મિલોના વિકાસના દ્વાર ખુલ્યા
ભાવનગર જિલ્લાની રોલિંગ મિલો દ્વારા પાટા, પટા, ઈંગોટ-બીલેટ બનાવતી રોલિંગ મિલોના ઉત્પાદન વધશે તેમજ સરકારના આ નિર્ણયથી નાના સ્ટીલ પ્લાન્ટોને ખૂબ ફાયદો થઈ શકે છે. જે રોલિંગ મિલો સળિયા બનાવે છે તેનો સરકારના કોઈ પણ પ્રોજેકટ ISI1786માં ઉપયોગ થાય તેવી શરતો રાખતા આવા નિર્ણયથી મોટા ઉદ્યોગગૃહોને કોઈપણ સરકારી પ્રોજેકટોમાં ઉપયોગમાં લેવામાં આવશે. જેથી રોલિંગ મિલોના વિકાસના દ્વાર ખુલ્યા હોવાનું માની રહ્યા છે.