ETV Bharat / city

વલભીપૂરમાં મિત્રો સાથે દારૂ પીવા ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો - Murder

ભાવનગરના વલભીપુરના દરેડ ગામે રહેતા નિલેશ ઓગણીયા નામનો 19 વર્ષીય યુવક મિત્રો સાથે ફરવા ગયો હતો. નાનો ભાઈ મોડા સમય સુધી ન આવતા નાનો ભાઈ ક્યાં છે અને શું કરે છે તેની જાણ મેળવવા મોટાભાઈ વિપુલે મિત્રોને ફોન કર્યો હતો. જોકે મિત્રો પાસેથી યોગ્ય જવાબ ન મળતા ભાઈની શોધખોળ શરૂ કરી હતી. એક દિવસ બાદ નદીના પટ્ટમાં ભાઈનો મૃતદેહ મળતા મોટાભાઈએ તેના બે મિત્રો સામે દારૂ પીવા ગયા હોય તેના પર શંકાના આધારે હત્યાની ફરિયાદ નોંધાવી હતી

daru
વલભીપૂરમાં મિત્રો સાથે દારૂ પીવા ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો
author img

By

Published : Sep 1, 2021, 1:04 PM IST

  • મિત્રો સાથે દારૂની મેહફિલ માણવા ગયેલો યુવક ઘરે પાછો ન ફર્યો
  • નદીના કોતરમાંથી મળી આવ્યો મૃતદેહ
  • પોલીસને હત્યાની આંશકા

ભાવનગર: જિલ્લાના વલભીપુરના દરેડ નીંગાળા રોડ પર રહેતા 19 વર્ષના નિલેશ પોતાના મિત્રો સાથે નદીના પટમાં દારૂ પીવા ગયો અને એક દિવસ બાદ તેનું સીધો મૃતદેહ મળતા મૃતક નિલેશના મોટા ભાઈએ ગામના બે શખ્સો સામે હત્યાની શંકાના આધારે ફરિયાદ દાખલ કરી છે.

મિત્રો સાથે દારૂની પાર્ટી કરવા ગયો હતો યુવાન

ભાવનગરના વલભીપુરના દરેડ ગામમાં નીંગાળા રોડ પર મઢી પાસે રહેતા વિપુલભાઈ ઓગણીયા અને તેમના બે ભાઈ અને માતાપિતા સહિત નાના મોટા કામ કરીને ગુજરાન ચલાવે છે. વિપુલભાઈ 27 તારીખે સવારમાં પોતાના કામે બહાર ગયા હતાં. વિપુલભાઈને તેમના કાકાના દીકરાનો ફોન આવ્યો અને તેને વિપુલભાઈને ફોનમાં જણાવ્યું હતું કે "તમારો નાનો ભાઈ નિલેશ ગામના મુકેશભાઈ લાલજીભાઈ અને કલ્પેશ કનુભાઈ સાથે દારૂ પિ રહ્યો છે અને મને દરેડ આવવા કહ્યું હતું, પણ સાયકલ ચલાવતો હોવાથી વધુ વાત કરી નોહતી. પાંચ મિનિટ બાદ ફરી કરતા ફોન ઉપડ્યો નોહતો. મેં ફરી ફોન કરતા ફોન ઉપડ્યો અને ત્યાં કાંઈક માથાકૂટ થતી હોવાનું જણાતા અને પણ કાંઈ સ્પષ્ટ સમજાતું નોહતું" આ વાત વિપુલભાઈને તેમના કાકાના દિકરાએ કર્યા બાદ ઘરે રાત્રે પોહચ્યા હતા.

2000 હજાર ઉછીના લઈને નિકળ્યો હતો યુવાન

27 તારીખે રાત્રે ઘરે આવ્યા બાદ વિપુલભાઈએ પોતાના પિતા મનસુખભાઈને પૂછતાં તેમને જણાયું હતું કે, " નિલેશ સવારે 11 કલાકે નાહી ધોઈને તૈયાર થઈને ગયો છે સાંજ બાદ રાત થતા આવ્યો નથી. ફોન કરેલો પણ ફોન ઉપાડ્યો નથી". પિતાના જણાવ્યા બાદ વિપુલભાઈએ પોતાના શેઠ અજયભાઈ રબારીને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, નિલેશ મારી પાસે આવ્યો હતો અને 2000 લઈને ગયો છે. ત્યાર બાદ ગામના મનસુખભાઇ અને કલ્પેશભાઈ સાથે ગયો હતો. વિપૂલભાઈ તેના ઘરે જઈને તપાસ કરતા આ બંને શખ્સો ઘરે નોહતા એટલે શંકા વધી હતી. 29 તારીખના સવારમાં દરેડ ગામની જુના ઘેલા નદીના પટ્ટમાં એક મૃતદેહ મળ્યાની જાણ થતાં વિપુલ અને તેના પિતા મનસુખભાઇ સ્થળ પર પોહચીને જોતા કપડાં સાથે મૃતદેહને જોઈ ઓળખ કરતા તે નિલેશ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો, જાણો ક્યા શું છે ભાવ

નદીના કોતરમાંથી મળી આવ્યો મૃતદેહ

વિપુલભાઈને નાનો ભાઈ 19 વર્ષીય નિલેશનો સીધો મૃતદેહ મળ્યા બાદ ગામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. વિપુલભાઈએ દાદાના દીકરીના જણાવ્યા પ્રમાણે નિલેશ ગામના બે શખ્સો સાથે દારૂ પીતો હોઈ અન એબળમાં માથાકૂટની બાબત તેમજ ગામના અન્ય શખ્સોએ નિલેશનને ગામના મુકેશ ઉર્ફે ભોલો લાલજી મકવાણા અને કલ્પેશ ઉર્ફે ચીનકો કનું મેટાળીયા સાથે જતા ઘેલો નદી તરફ જોયેલા છે બધી મળતી કડી અને શંકાના આધારે વિપુલભાઈએ મુકેશ અને કલ્પેશ સામે તેના ભાઈને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાની ફરિયાદ વલભીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

આ પણ વાંચો : ભારતના રાજકીય દળોની આવક અધધધધ....ક્યાથી અને કેવી રીતે આવે છે ઐ પૈસો..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.