ભાવનગરના સણોસરામાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત
- ઝાડ સાથે દોરી વડે લટકી કર્યો આપઘાત
- પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી
ભાવનગરઃ જિલ્લાના સણોસરા ખાતે પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. સણોસરા ખાતે આવેલા મહારાજના ડેલામાં ઝાડ સાથે દોરી વડે લટકી જઇ સણોસરા ગામના જ યુવક અને યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
સણોસરામાં કોમલ બેન ડાભી તેમજ અજય ઉર્ફે ભુરો રાજુભાઇ ચૌહાણ નામના યુવક-યુવતી કે જે એકબીજા ને પ્રેમ કરતા હોય અને જેને સમાજ અને પરિવાર સ્વીકાર નહિ કરે તેમ માની આપઘાતનું પગલું ભર્યું હતું. આ બનાવને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને નીચે ઉતારી પીએમ અર્થે મોકલી આગળની વધુ પુછપરછ તેમજ વધુ તપાસ હાથ ધરી છે.