ભાવનગરઃ જિલ્લામાં ઘણા અઠવાડિયાથી વરસાદી વાતાવરણ છવાઈ રહ્યું છે. શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટાઓ પણ વરસવાનું બંધ હતું. જો કે, જનમાષ્ટમીના દિવસે વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શ્રાવણ માસના શ્રાવણી સરવડાનો માહોલ વચ્ચે સમયે શ્રાવણી સરવડાઓ વરસી ગયા હતા, તો બાદમાં ધીરે ધીરે વરસેલા 1 ઇંચ વરસાદથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
- ભાવનગરમાં 689 mm વરસાદની જરૂરિયાત
- 556 mm વરસાદ નોંધાયો
- હજૂ 20થી 30 ટકા આસપાસ વરસાદની જરૂરિયાત
- હજૂ સિઝનનો 224 mm વરસાદ બાકી
ભાવનગર જિલ્લાના માત્ર ભાવનગર સહિત અન્ય તાલુકામાં વરસાદ ધીમીધારે વરસતા ખેડૂતો માટે કાચા સોના જેવો વરસાદ નોંધાયો હતો, પરંતુ અઠવાડિયાથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સંતાકૂકડી રમી રહ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસીને થંભી જતા વરસાદથી જન્માષ્ટમી નિમિત્તે લોકોને ઘરમાં રહેવાનો સમય આવ્યો હતો.
ભાવનગર જિલ્લામાં કુલ ચોમાસાના 595 mm વરસાદની જરૂર હોય છે, પરંતુ ભાવનગર તાલુકામાં 556 mm વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે તાલુકાની જરૂરિયાત 689 mmની છે. ત્યારે હવે 20થી 30 ટકા આસપાસ વરસાદની જરૂર છે. જો કે, શહેરવાસીઓ પણ વરસાદની રાહમાં હતા.
સારો એવો વરસાદ વરસતા બફારો અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. સૌથી ઓછો વરસાદ જિલ્લામાં તળાજા, ઘોઘા અને સિહોર તાલુકામાં નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં એવરેજ 250 mm વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં અઠવાડિયાથી તડકા વચ્ચે સરવડા વરસાદ વરસી રહ્યો હતો. કુલ વરસાદના આંકડા જોઈએ તો, આશરે 224 mm વરસાદ હજૂ સિઝનનો બાકી રહ્યો છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાય તો જિલ્લામાં જગતના તાતની ખેતીની જરૂરિયાત પૂર્ણ થઈ જાય તેમ છે.