ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેરબાની રહી છે. સપ્ટેમ્બરમાં પણ વરસતા ભાદરવામાં મેઘરાજાની મહેરબાનીએ ( Rain Overall update in Bhavnagar )જિલ્લામાં 83 ટકા વરસાદ વરસી ચુક્યો છે.જો કે જિલ્લાના 10 તાલુકામાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવું છે. જિલ્લામાં કેટલાક તાલુકામાં સૌ ટકા વરસાદ તો ક્યાંક 50 ટકા પણ પૂરો વરસાદ વરસ્યો નથી. ધુ છે જિલ્લાના વરસાદની ટકાવારી અને ડેમોની સ્થિતિ જાણો.
ભાવનગર શહેર જિલ્લામાં મેઘરાજા મહેરબાન શહેર અને જિલ્લાના તાલુકાઓમાં મેઘમહેરથી ડેમોમાં નવા નીર આવ્યા છે. જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલોની સપાટીએ આવી ગયો છે. સિઝનનો ત્રણ તાલુકામાં 100 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે તો ક્યાંક 50 થી 75 ટકા તાલુકામાં વરસાદ નોંધાયો છે.ચોમાસાના અંતિમ તબક્કામાં ડેમમાં પાણીના સ્તરમાં વધારો ( Rain Overall update in Bhavnagar )થયો છે.
શહેર અને જિલ્લામાં મેઘરાજાની સવારી બાદ સિઝનનો વરસાદ ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકામાં વરસાદ ( Rain Overall update in Bhavnagar )નોંધાયો છે. તાલુકામાં જોઈએ તો સિઝનનો કુલ વરસાદ ભાવનગર 539 mm - 72 ટકા, ઘોઘા 285 mm - 45.31ટકા,પાલીતાણા 419 mm- 68.69ટકા, જેસર 311 mm - 46.56ટકા ,તળાજા 431 mm - 74.31ટકા, મહુવામાં 845 mm- 130.60ટકા, ગારીયાધાર 527 mm - 111.65ટકા, સિહોર 569 mm - 91.63ટકા ,વલભીપુર 625 mm - 100ટકા, ઉમરાળા 566 mm - 96.42ટકા નોંધાયો છે. જિલ્લાનો કુલ 509 mm - 83.50 ટકા વરસાદ નોંધાયો છે.જિલ્લામાં કુલ 589 થી 617 mm વરસાદની જરૂરિયાત હોય છે.
જિલ્લાના ડેમો કેટલા અને શું સ્થિતિ ભાવનગર જિલ્લાના કુલ 16 જેટલા ડેમો છે જેમાં સૌથી વધુ પાણીની આવક ( Rain Overall update in Bhavnagar )કેટલાક ડેમમાં થવા લાગી છે. શેત્રુજી ડેમમાં જુનાગઢ અને અમરેલી પંથકના ઉપરવાસના સારા વરસાદના પગલે નવા નિર આવતા ડેમ ઓવરફ્લોની 34 ફૂટની સપાટીએ પોહચ્યો છે. વધુ આવક થતા દરવાજા ખોલવાની શક્યતાઓ વધી જાય છે. હાલમાં પણ વરસાદ હોવાના કારણે ડેમ છલકાતા ભાવનગરવાસીઓ માટે આનંદના સમાચાર બનશે. જિલ્લાના ડેમોની સપાટી અને ઓવરફ્લો સપાટી આ મુજબ છે.
શેત્રુંજી ઓવરફ્લો થાય તે જોવાની આતુરતા ઉપરોક્ત ડેમોમાં વરસાદના નવા નીરની આવક છે. હજુ વરસાદની આગાહીઓ વચ્ચે 50 થી 75 ટકા વરસાદના નીરની આવકની વચ્ચે ડેમો આગામી દિવસોમાં હજુ ઓવરફ્લો થશે તેવી આશા સેવાઈ રહી છે. બગડ, રોજકી,ખારો અને કાળુભાર ઓવરફલો છે ત્યારે શેત્રુંજી છલક સપાટીએ ( Rain Overall update in Bhavnagar ) પહોચ્યો છે. આ સિવાય મોટા ભાગના ડેમોમાં પાણીની આવક વરસાદ પ્રમાણે થઈ રહી છે. ભાવનગરીઓ પણ હજુ સારા વરસાદમાં શેત્રુંજી ઓવરફ્લો થાય ( Shetrunji dam near to overflows ) તેવા દ્રશ્યો જોવા આતુર છે.