ETV Bharat / city

ભાવનગરના 18 પ્લાન્ટમાં થઇ રહ્યું છે ઓક્સિજનનું ઉત્પાદન, એક સિલિન્ડરની કિંમત 248 રૂપિયા - ભાવનગરમાં ઓક્સિજન પ્લાન્ટ

ભાવનગર જિલ્લામાં આવેલા 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટમાં રોજના આશરે 18, 000 સિલિન્ડરો ભરાય છે જેમાંથી આશરે 1,71,000 સિલિન્ડરો માત્ર માનવ જિંદગી માટે પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજનની ભારે અછતને પગલે રોલિંગ મિલમાં જતો ઓક્સિજન બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી રોલિંગ મિલ અને ફરનેસ જેવા પ્લાન્ટ હાલ મેડિકલ ક્ષેત્રે ઓક્સિજન આપવાનો હોવાથી સંપૂર્ણપણે બંધ છે.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Apr 27, 2021, 6:17 PM IST

  • ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટ
  • 18, 000 માંથી 1,71,000 લીટર ઓક્સિજન માનવ જીંદગી માટે
  • વ્યાજબી ભાવે પૂરા પાડવામાં આવે છે સિલિન્ડર
    ભાવનગર

ભાવનગર: શહેર અને જિલ્લામાં આશરે 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે. સામાન્યપણે આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થયેલો ઓક્સિજન રોલિંગ મીલોમાં પૂરો પાડવામાં આવી રહ્યો છે. સિહોર અને અલંગમાં કુલ 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટ છે. દરેક પ્લાન્ટમાં હાલ 24 કલાક પ્લાન્ટ શરૂ રાખીને ઓક્સિજન માગ પ્રમાણે આપવામાં આવે છે.

ભાવનગર
ભાવનગર

18 પ્લાન્ટમાં કુલ કેટલું ઉત્પાદન અને શું ભાવ?

સિહોરમાં 6 જેટલા ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે જેમાં રોજના આશરે 800 થી 1000 સિલિન્ડર નીકળી રહ્યા છે. જ્યારે અલંગમાં 12 પ્લાન્ટ આવેલા છે. જેમાં શ્રી રામ ગ્રુપનું સૌથી મોટું સેક્ટર હોવાથી ત્યાં રોજના 108 ટન એટલે 12,000 આસપાસ ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવી રહ્યા છે. આમ સિહોર અને અલંગના પ્લાન્ટના કુલ આશરે 16 થી 17 હજાર સિલિન્ડર ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આમ જોઈએ તો 1,71,000 હજાર લીટર આસપાસ ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ભાવનગર
ભાવનગર

આ પણ વાંચો: ભાવનગરમાં અત્યાર સુધીના સૌથી વધારે કોરોનાના નવા 536 કેસ નોંધાયા

માત્ર 248 રૂપિયામાં એક સિલિન્ડર

ભાવનગર જિલ્લામાં કલેક્ટરના આદેશ મુજબ એક સિલિન્ડર માત્ર 248 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. એક સિલિન્ડરમાં 9.50 લીટર ઓક્સિજન આવે છે. રોલિંગ મિલ એસોસિયેશન પ્રમુખ હરેશભાઇ સચદેવાએ જણાવ્યું હતું કે રોલિંગ મિલો અને ફરનેસ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે આ ઓક્સિજન એ માનવ જિંદગી મહત્વની હોવાથી રોલિંગ મિલો બંધ કરી દેવાઈ છે અને હાલ સંપૂર્ણ ઓક્સિજન મેડિકલ ક્ષેત્રે સેવા માટે આપવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.