ભાવનગરઃ ભાવનગરના ક્લસ્ટર વિસ્તારમાંથી પોલીસને થાપ આપીને પતિ-પત્ની ઘોઘા મચ્છીવાડમાં જતા રહ્યા હતા. આ દરમિયાન તંત્રની નજરે ચડતા તેમને ઝડપી પાડ્યા હતાં. ત્યાર બાદ તપાસ કરતાં તેમની 4 વર્ષની દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ 10 દિવસ બાદ દીકરીના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 33 પર પહોંચી ગયો છે.
ભાવનગરના ક્લસ્ટર વિસ્તારમાંથી દીકરીને અને પત્નીને લઈને બિનયામીનભાઈ શેખ ઘોઘા જતા રહ્યા હતા. પરંતુ તંત્રની નજરે ચડતા 4 વર્ષની ફરીદા શેખનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઇસોલેશનમાં ખસેડી હતી.
4 વર્ષની બાળકીને ઘોઘા ક્લસ્ટર ઝોનમાંથી લઈ જતા માતા-પિતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માતા પિતા તંત્રના ક્વોરનટાઈનમાં હતા. ક્વોરનટાઈન દરમિયાન હવે 11 તારીખ બાદ આજે 22 તારીખે 10 દિવસ બાદ 4 વર્ષની ફરીદાના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના 10 દિવસ બાદ બિનયામીનભાઈભાઈ શેખમાં જોવા મળ્યો છે જેને પગલે ભાવનગરમાં કુલ આંકડો 33 પર પહોંચી ગયો છે.
ભાવનગર: વધુ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ 33 કેસ નોંધાયા - coronavirus Bhavnagar
ભાવનગરમાં 10 દિવસ બાદ કોરોનાગ્રસ્ત પુત્રીના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે કલસ્ટરમાંથી કોરોનાગ્રસ્ત પુત્રીને લઈને પતિ-પત્ની ભાગી રહ્યાં હતાં. એવામાં તંત્રની નજર તેમના પર પડતા તેમને ઝડપી પાડી તપાસ કરવામાં આવી તો પિતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.