ETV Bharat / city

નાઈટ શેલ્ટર એક શાળા પણ અને ઘર પણ : નિરાધારને ભોજનની વ્યવસ્થા સાથે હવે શિક્ષણ

ભાવનગર મહાનગરપાલિકા નિરાધાર લોકોને માત્ર સૂવા માટેની વ્યવસ્થા નથી કરી આપતી, પણ હવે ભોજન બનાવવાની વ્યવસ્થા બાદ એક ડગલું આગળ ચાલી શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો છે. નાઈટ શેલ્ટર એટલે રેનબસેરામાં આવતા નિરાધાર લોકો માટે સૂવાની પણ વ્યવસ્થા,ભોજન બનાવવાની પણ વ્યવસ્થા છે અને હવે કમિશનરના નવા અભિગમથી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો છે. જુઓ અહેવાલ.

નાઈટ શેલ્ટર એક શાળા પણ અને ઘર પણ : નિરાધારને ભોજનની વ્યવસ્થા સાથે હવે શિક્ષણ
નાઈટ શેલ્ટર એક શાળા પણ અને ઘર પણ : નિરાધારને ભોજનની વ્યવસ્થા સાથે હવે શિક્ષણ
author img

By

Published : Jan 8, 2021, 7:39 PM IST

  • રેનબસેરાની સંપૂર્ણ સુવિધા સાથે મનપાનું એક ડગલું
  • રેનબસેરામાં શરુ થઈ કમિશનરના માર્ગદર્શન હેઠળ વધુ એક સેવા
  • રેનબસેરામાં આશરો લેનાર માટે શિક્ષણનો પણ પ્રારંભ થયો

ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકાએ ઠંડીમાં રાત્રે સૂવા માટે રેનબસેરા બનાવ્યાં છે અને તેમાં ભોજન બનાવવા સુધીની વ્યવસ્થાઓ આપેલી છે. ત્યારે સોનામાં સુગંધ ભળે તેમ કમિશનરના માર્ગદર્શન નીચે હવે રેનબસેરામાં સૂવા આવતા લોકોને શિક્ષણ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉદેશ્ય ઘણો સારો છે.

નિરાધારને ભોજનની વ્યવસ્થા સાથે હવે શિક્ષણ

રેનબસેરા એક શાળા પણ અને ઘર પણ

ભાવનગરમાં મહાનગરપાલિકાના ચાર રેનબસેરા છે તે પૈકી સરદારનગર મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં આવેલા રેનબસેરા એટલે નાઈટ શેલ્ટર. જેમાં આશરે 100થી વધુ લોકો ઠંડીમાં સૂવા માટે આવે છે. મહાનગરપાલિકા અહીંયા દરેકને એક પલંગ,ગાદલું,ઓશીકું અને ચાદર તો ભોજન બનાવવા માગતા લોકો માટે રસોડાની અને ગેસલાઈન સુધીની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. હવે સોનામાં સુંગંધ ભળેે એમ શિક્ષણ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રેનબસેરામાં આશરો લેનાર માટે શિક્ષણનો પણ પ્રારંભ થયો

રેનબસેરામાં શાળાનો વિચાર અને કોનું શિક્ષણ

રેનબસેરામાં સૂવા આવતા લોકો નિરાધાર એટલે કે ઘરવિહોણા અને મજૂરી કામ કરતા લોકો હોય છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશ્નર એમ. એ. ગાંધીને વિચાર આવ્યો કે નાઈટ શેલ્ટરમાં સૂવા આવતો વ્યક્તિ ઘર વિહોણો ત્યારે હોઈ તે શિક્ષિત નથી હોતાં. માટે તેને શિક્ષિત કરવા માટે રોટરી કલબ સંસ્થાને જાણ કરી સેવા કરવા અપીલ કરી. જેને પગલે હવે રોટરી કલબ ત્યાં શિક્ષણ આપવા માટે આવે છે. નાઈટ શેલ્ટરમાં આશરે 80 જેટલા લોકોને પુસ્તક,પેન,પેન્સિલ અને શિક્ષણનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે.

શેલ્ટરમાં વધુ મજૂરીકામ કરતાં અન્ય રાજ્યના

નાઈટ શેલ્ટરમાં મજૂરીકામ કરતા ગુજરાતી અને રાજસ્થાનથી આવતા લોકો છે. નાઈટ સેલ્ટરમાં શરૂ થયેલા શિક્ષણ કાર્યથી નાઈટ સેલ્ટરમાં સૂવા આવતા લોકો ખુશ છે. તો રાજસ્થાની કહે છે પૈસાની પારાયણમાં અશિક્ષિત રહ્યાં અને મજૂરી કરવા લાગ્યાં. હવે શિક્ષણ મળી રહ્યું છે તો મેળવીએ છીએ. રાજસ્થાનીના મતેે તેમને હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું શિક્ષણ મળતાં ખુશ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.