- જિલ્લાના દસ તાલુકામાંથી આઠ તાલુકામાં એક ઇંચથી લઈને પોણા ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો
- સવારે 7 કલાકથી મેઘરાજાની ઝરમર બાદ બપોરે બેટિંગથી શહેરમાં દરેક વિસ્તારમાં પાણી પાણી
- શેત્રુંજી ડેમ ત્રણ વખત ઓવરફ્લો થઇ ચુક્યો છે ઉપરવાસના વરસાદના પગલે
ભાવનગર: શહેરમાં ભાદરવાના ભરપુર સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેર જિલ્લામાં સવારથી મેઘરાજાની ઝરમર સવારી બાદ બપોરે ધમાકેદાર બેટીંગ કરી હતી. જિલ્લામાં આઠ તાલુકામાં ધમાકેદાર વરસાદથી દસમાંથી તાલુકામાંથી આઠ તાલુકામાં નોંધાયો હતો.
ભાવનગરમાં બે દિવસ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
જિલ્લામાં વરસાદ 75.22 ટકા નોંધાયો છે ત્યારે પાછોતરો વરસાદ અંતમાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. જિલ્લાના દસ તાલુકા પૈકી 8 તાલુકામાં 1 ઇંચથી લઈને પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતીને ખૂબ મોટો ફાયદો થયો છે. કપાસનું 2 લાખ હેકટર કરતા વધુ વાવેતર છે, જ્યારે 1 લાખ કરતા વધુ મગફળીનું વાવેતર છે જેને પગલે ખેડૂતોના પાકનું ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો તે ક્યાંક કુદરતે તેનો ઉકેલ લાવી દીધો છે. આગામી શિયાળુ પાક સારો લેવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે.
આ પણ વાંચો : નવું પ્રધાન મંડળ બનતા વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કરાયો ફેરફાર, 80 જેટલા પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા
શહેર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ અને ડેમોની સ્થિતિ
શહેર અને જિલ્લામાં જોઈએ તો દસ માંથી આઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાંજે છ કલાક સુધીમાં આ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે જેમાં ભાવનગર 66 mm, ઘોઘા 37 mm, સિહોર 18 mm, પાલીતાણા 16 mm, જેસર 15 mm, ગારીયાધાર 12 mm, તળાજા 2 mm અને મહુવા 2 mm વરસાદ નોંધાયો છે. જિલ્લાનો સૌથી મોટો અને સૌરાષ્ટ્રનો બીજા નંબરનો શેત્રુંજી ડેમ ઓવરફલો ત્રણ વખત થઈ ચૂક્યો છે નવા નીર સાથે હાલ સપાટી 34 ફૂટ છે.
ડેમ | ઓવરફ્લો મીટરમાં | હાલની સપાટી |
શેત્રુંજી | 55.53 | 55.53 |
રજાવળ | 56.75 | 55.15 |
ખારો | 54.12 | 54.12 |
માલણ | 104.25 | 103.76 |
રંઘોળા | 62.05 | 61.29 |
લાખણકા | 44.22 | 40.05 |
હમીરપરા | 87.08 | 83.07 |
હણોલ | 90.01 | 89.70 |
બગડ | 60.41 | 58.91 |
રોજકી | 99.01 | 98.07 |
જસપરા | 40.25 | 30.95 |
પિંગળી | 51.03 | 50.09 |
આ પણ વાંચો : વેક્સિનેશન મેગા ડ્રાઈવઃ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ મેળવી રસી
આઠ તાલુકામાં સારા એવા વરસાદથી જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. ત્યારે ખેડૂતોની ચિંતા ક્યાંક દૂર થતી જાય છે કારણ કે સપ્ટેમ્બર માસના અંત બાદ મગફળી અને કપાસનો પહેલો ફાલ લેવામાં આવતો હોય છે. જો કે વરસાદથી ગરમીથી લોકોને રાહત મળવા પામી છે. શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા પણ બાદમાં ઓસરાઈ ગયા હતા.