- ભાવનગર શહેર અને જિલ્લામાં માવઠાની આગાહી
- માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો
- શિયાળુ પાકમાં નુકસાનની ભીતી
ભાવનગરઃ શહેરમાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો થઈ ગયો છે. ત્યારે ખેડૂતોમા ખાસ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. તો શિયાળુ પાકને પણ નુકસાન થવાની શકયતા વધી જાય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
શુ છે આગાહી જાણો...
ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ દિવસ સુધી વાતાવરણમાં પલટો રહેવાની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે શહેરમાં અને જિલ્લામાં દરિયા કાંઠા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેર સહિત જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. શિયાળામાં માવઠાની પણ આગાહી આપવામાં આવી છે.
માવઠાથી શું નુકસાનની ભીતિ
ભાવનગર જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે આવેલા પલટાથી કેરીનો પાક લેતા અને શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. જો કે પ્રથમ દિવસે માત્ર વાતાવરણ વાદળછાયું રહેવાને કારણે હાલ માવઠાની શક્યતા જોવા મળી નથી. પરંતુ આગામી 2 દિવસોમાં માવઠું થાય તો ખેડૂતોના પાક પર અસર થઈ શકે છે.