- સ્માર્ટ ફોનનો વધતો ક્રેઝ સમસ્યા સર્જી શકે છે ?
- એક રોંગ નંબરે વિવાહિત જીવનમાં લાવી દીધો સંકટ
- રોંગ નંબરથી આવેલા કોલથી પરિણીતાને થયો પ્રેમ
ભાવનગરઃ શહેરમાં એક રોંગ નંબર પરથી કોલ આવતા પરિણીતા ધીમે ધીમે તેના પ્રેમમાં પડી હતી. ભાવનગરના વલભીપુરની મૂળ રહેવાસી એક પરિણીતાને પ્રેમનો ચસ્કો રોંગ નંબરથી લાગતા સાસરિયું અને પિયર બંને ત્યજી દીધા હતા. જોકે, 181 અભયમની ટીમે શોધીને અંતે વચગાળાનો રસ્તો કાઢી પરિણીતાને એક સંસ્થામાં રાખવાની આવી છે.
પરિણીતાને કેમ લાગ્યો પાગલ પ્રેમનો ચસ્કો
વલભીપુરની મૂળ રહેવાસી એક પરણીતાના 10 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. તેમ છતાં સંતાન સુખ નહોતું અને તેમાં થોડા સમય પહેલા તેને ફોનમાં એક રોંગ નંબર આવ્યો અને ધોમે ધીમે રોંગ નંબરવાળા યુવક સાથે નજીકતા વધતી ગઈ અને પ્રેમ સબંધ સ્થાપિત થતો ગયો હતો. પરંતુ જે યુવક સાથે પ્રેમ સંબંધ પરણીતાને બંધાયો તે નાની વયનો છે તેથી સમસ્યાએ રૂપ ધારણ કરી લીધું હતું.
પરણીતાએ સાસરિયું અને પિયર બંને ત્યજી દીધા કેમ ?
પરણીતાના લગ્નને 10 વર્ષ થયા છે ત્યારે તેને એક યુવક સાથે પ્રેમ થતાં સાસરિયું અને પિયર બંને પક્ષના લોકો દ્વારા ખૂબ સમજાવવાની કોશિશ કરી અને યુવક નાની વયનો હોવાનું જણાવ્યું હતું. અંતે પરણીતા નહિ માનતા 181 અભ્યમની મદદ લેવામાં આવી હતી. અભ્યમની કાઉન્સેલર મહિલાઓ દ્વારા પણ સમજાવવામાં આવી પણ એક રોંગ નંબરે લાગેલું દિલ કોઈ પણ વાતને સાંભળવા પરણીતાનું તૈયાર નહોતું. આથી અંતે વચલો રસ્તો કાઢી તેને અન્ય એક ભાવનગરની સંસ્થામાં રાખવામાં આવી અને મામલાને હાલ બ્રેક લગાવાઈ છે.
સમાજમાં મોબાઈલના વધતા ક્રેઇઝને લોકોએ સમજવા જરૂરી
મોબાઈલને પગલે દુનિયા મુઠ્ઠીમાં તો થઈ ગઈ છે પણ માણસ એકલતાની ચરમસીમાએ પહોંચી ગયો છે એટલે મોબાઇલથી પણ વહેતી લાગણીમાં એટલો તણાઈ રહ્યો છે કે જીવન મોબાઈલ લાગણીઓનું નથી ત્યારે ખાસ કરીને નવયુવકો, નવ દંપતીઓ અને ટીનેજર લોકોએ ખાસ સાવધાન રહેવું જોઈએ અને માતા-પિતાએ પોતાના બાળક પર નજર રાખીને તેની મોબાઈલ પ્રવૃત્તિઓથી પણ અવગત રહેવાની જરૂર છે