ETV Bharat / city

વલભીનગરમાં આવેલા શિવલિંગોના ઇતિહાસ વિશે જાણો - સિધ્ધેશ્વર અને બુદ્ધેશ્વર મહાદેવ

ભાવનગર જિલ્લાના વલભીપુર એટલે એક સમયનું પ્રાચીન નગર વલભીનગરી જેને 2000 વર્ષ થઇ ચુક્યા છે. વલભીપુરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. ETV BHARAT તમને એવા સ્વયંભૂ શિવલિંગના દર્શન કરાવવા જઇ રહ્યું છે, જેના ઇતિહાસ વિશે કોઇ કંઇ જાણતું નથી. ભાવનગર જિલ્લાના સિધ્ધેશ્વર અને બુદ્ધેશ્વર મહાદેવ જેમની લોકવાયકા સાંભળીને તેના દર્શન કરવા ઇચ્છુક બની જશો. history of Shivling in Vallabhi Nagar, Holy month of Shravan, Significance of holy month of Shravan, Siddheshwara and Buddheshwara Mahadev

વલભીનગરમાં આવેલા શિવલિંગોના ઇતિહાસ વિશે જાણો

author img

By

Published : Aug 22, 2022, 7:54 PM IST

ભાવનગર પવિત્ર શ્રાવણ માસમાં વલભીપુરના હજારો વર્ષ જુના બે શિવલિંગો ગામ લોકો માટે ખૂબ પ્રિય છે (Siddheshwara and Buddheshwara Mahadev ). સીધેશ્વર અને બુદ્ધેશ્વર મહાદેવની કોઈ પણ માનતા રાખવામાં આવે તો મહાદેવ તેની ઈચ્છાઓ જરૂર પૂર્ણ કરે છે. સીધેશ્વર અને બુદ્ધેશ્વર મહાદેવ બંને 200થી 500 ડગલના અંતરે સામ સામે આવેલા છે ( history of Shivling in Vallabhi Nagar). સીધેશ્વર મહાદેવ અને બુદ્ધેશ્વર મહાદેવની શિવલિંગનો કલર રાખોડી એક સમાન છે. બંને શિવલિંગ આકારમાં એક સરખા છે. કોઈ પણ માણસ બંને શિવલિંગમાં બાથમાં એટલે બે હાથ ભેગા કરીને ભેટવાની કોશિશ કરે તો શક્ય નથી કારણ એટલે જે બંને શિવલિંગ આકારમાં ખૂબ મોટા છે. સીધેશ્વર મહાદેવ ભગવાનનું સૌથી મોટું રૂપ શિવલિંગમાં પૌરાણિક અને સ્વયંભૂ અવસ્થામાં હોય તો એક માત્ર સીધેશ્વર અને બુદ્ધેશ્વર મહાદેવ છે. બંને શિવલિંગની સ્થાપના ક્યારે થઈ અને કોણે કઈ તેનો કોઈ ઇતિહાસ નથી.

વલભીનગરમાં આવેલા શિવલિંગોના ઇતિહાસ વિશે જાણો

શિવલિંગના ઇતિહાસ સીધ્ધેશ્વર મહાદેવની સામે બેઠેલો પોઠીયો જરુર આવનાર ભક્તોનું ધ્યાન ખેંચે છે. બીજો પોઠીયો લાડવા ખાતો હોય તેવો જોવા મળે છે. સત્ય એક જ છે કે વલભી નગરી બાદ આવતા શાસનોમાં એક મહાકાય પોઠીયો હતો જે સ્વયંભૂ સિધ્ધેશ્વર મહાદેવ સામે બેઠી રહેતો હતો. પરંતુ મુગલ શાસનમાં પોઠિયાને વલભીપુર પાસેથી નીકળતી નદીમાં ઘડ કાપીને ફેકી દેવામાં આવ્યો હતો. નદીના પટમાંથી ધડ વગરનું શરીર મળી આવ્યું હતું. બાદના રાજાએ પોઠિયાના શરીર પર પથ્થરનું લાડવા ખાતું માથું લગાડવામાં આવ્યું હતું.

લોકવાયકા પર એક નજર વલ્લભી નગરી હતી તે પહેલાના આ શિવલિંગ હોવાનું અને સ્વયંભૂ શિવલિંગ હોવાનું માનવામાં આવે છે. 2000 વર્ષ પહેલાં વલ્લભી નગરી દરમિયાન પણ આ શિવલિંગ હોવાનું કહેવામાં આવે છે. બંન્ને શિવલિંગનું મહત્વ છે. સીધેશ્વર ભગવાનને જળ ચડાવવા કે પૂજા માટે માણસે પાંચ પગથિયાં ચડીને ઊંચાઈએ જવું પડે છે તો બુદ્ધધેશ્વર મહાદેવની પૂજા અર્ચના માટે પાંચ પગથિયાં જમીનમાં ઉતરવું પડે છે. લોકવાયકા પ્રમાણે એક સીધેશ્વર શિવલિંગ બહાર આવે છે અને બુદ્ધેશ્વર મહાદેવની લિંગ જમીનમાં ધસે છે. જ્યારે સીધેશ્વરની ઊંચાઈ વધશે અને પૂજા નહિ થાય અને બુદ્ધેશ્વરની શિવલિંગ જમીનમાં નહિ દેખાય ત્યારે પૃથ્વીના પ્રલય થશે તેવી લોકવાયકા પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.