- ETV BHARATના અહેવાલની થઇ અસર
- ETV BHARATના અહેવાલથી ગેસલાઈન નાખવાનું શરૂ
- લોકોએ ETV BHARATનો માન્યો આભાર
ભાવનગરઃ શહેરમાં ગેસ લાઇન આવ્યા એને આશરે પાંચ વર્ષ થયાં છે અને લોકોની ડિપોઝીટ લઈ લીધા બાદ ક્યાંક ત્રણ તો ક્યાંક વર્ષ તો ક્યાંક છ માસ સુધી હજુ કનેક્શન આપવામાં આવ્યા નથી લોકો દ્વારા દબાણ કરવામાં આવે તો રિફંડ લઈ જવાની ધમકીઓ મળી રહી છે ત્યારે કમ્પનીએ કશું કહેવાની મનાઈ ફરમાવી હતી. આ સમાચાર ETV BHARAT એ દર્શાવ્યા બાદ ટુક સમયમાં એ વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈ લોકોએ ઇટીવીનો આભાર વ્યક્ત કર્યો છે.

ક્યાં હતી સમસ્યા અને શું હતી લોકોની માગ?
ભાવનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં ગેસ લાઇન નાખવા માટે અગાવ પૈસા લઈ લીધા બાદ ક્યાંક ચાર તો ક્યાંક ત્રણ વર્ષ સુધી કનેક્શન આપવામાં આવ્યા નથી. જેનો અહેવાલ ETV BHARAT એ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં ગેસ કંપનીના સંચાલકોએ પણ ઇટીવી ભારતને કશું કહેવાનો ઇનકાર કર્યો હતો. બોરતળાવ વિસ્તારના સ્થાનિક લોકોની માંગ હતી કે પૈસા પાછા લઈ જવાની ધમકી આપે છે ત્યારે પ્રશ્ન લોકોનો એક જ હતો કે પૈસા પાછા પણ લઈ લઈએ પણ ચાર કે બે વર્ષનું વ્યાજ શુ કમ્પની આપશે ? આ સાવલનો જવાબ તો નથી મળ્યો કમ્પની તરફથી.

ETV BHARATના આ અહેવાલથી ખુલી તંત્રની આંખ, વાંચો...
ભાવનગર શહેરમાં ગેસ લાઇન આવ્યા બાદ વર્ષોથી કનેક્શનના પૈસા કંપની ઘરે આવીને લઈ જાય છે અને કાગળ પર કનેક્શન આપવાની પહોંચ પણ આપી જાય છે. ત્યારબાદ અરજદારે માત્ર ગેસની રાહ જોવાની રહે છે. શહેરમાં વર્ષથી વૃદ્ધ દંપતી ત્રણ વર્ષથી ગેસની રાહ જોઈ રહ્યા છે. જેની તપાસ કરતાં ગેસની રાહ જોતા 7 જેટલા ઘર સામે આવ્યા છે. આ અંગે કંપનીના જવાબદારો મીડિયા સામે આવવાનો ઈન્કાર કરી રહ્યા છે.
ETV BHARATના અહેવાલથી ગેસલાઈન નાખવાનું શરૂ કર્યું, લોકોએ માન્યો ETV BHARATનો આભાર
લોકોએ માન્યો ETV BHARATનો આભાર
ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં આશરે 7 થી વધુ કનેક્શન માટે અરજીઓ થઈ હતી જેમાં લોકોએ પૈસા પણ ભરપાઈ કરી દીધા બાદ ક્યાંક ચાર વર્ષ તો ક્યાંક બે વર્ષ આમ અલગ અલગ પૈસા ભરપાઈ કર્યા હોવા છતાં કનેકશન મળ્યા નોહતા ત્યારે ETV BHARAT એ અહેવાલ પ્રસિદ્ધ કરતા ગેસ કમ્પનીએ કામગીરી શરૂ કરી દીધી છે અહેવાલની અસરને પગલે સ્થાનિક લોકોએ ઇટીવી ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.