ETV Bharat / city

મોડે મોડે શિક્ષણપ્રધાન અને આરોગ્ય પ્રધાન ભાવનગર હોસ્પિટલની મુલાકાતે આવ્યા, અને શુ કહ્યું... - કમિટીના ચેરપર્સન

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં(Sir T Hospital Bhavnagar) લઠ્ઠાકાંડના ઘટનાના મામલે શિક્ષણપ્રધાન(Gujarat Education Minister ) અને આરોગ્ય પ્રધાન મોડે મોડે દર્દીઓની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલે લઠ્ઠાકાંડની ઘટના વિશે નિવેદન આપ્યુ હતું.

મોડે મોડે શિક્ષણપ્રધાન અને આરોગ્ય પ્રધાને ભાવનગર હોસ્પિટલની મુલાકાતે આવ્યા, અને શુ કહ્યું...

author img

By

Published : Jul 26, 2022, 9:20 PM IST

ભાવનગર: શહેરની સર ટી હોસ્પિટલમાં(Sir T Hospital Bhavnagar) શિક્ષણપ્રધાન લઠ્ઠાકાંડના(Botad Latthakand Case) ઘટનાના અનેક કલાકો બાદ આરોગ્ય પ્રધાન સાથે દર્દીઓની મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલમાં મુલાકાત લીધા બાદ સમગ્ર ઘટના અંગે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. જીતુ વાઘાણી(Gujarat Education Minister) અને ઋષિકેશ પટેલે(Gujarat Health Minister) દર્દીની મુલાકાત લીધા બાદ આ લઠ્ઠાકાંડની ઘટના વિશે નિવેદન આપ્યું હતું.

જીતુ વાઘાણી અને ઋત્વિજ પટેલની મુલાકાત

ડાયાલીસીસ માટેના સાધનો અમદાવાદથી મંગાવાયા - આરોગ્ય પ્રધાનએ જણાવ્યું હતું કે લઠ્ઠાકાંડ ઘટનામાં 18 ક્રિટિકલ, 12 ડાયાલીસીસ ઉપર છે. જ્યારે અન્ય દર્દીઓને ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ત્રણ જિલ્લામાં ઝેરી કેમિકલથી અસર પામેલા કુલ 78 દર્દીઓ(Patients exposed to toxic chemicals) નોંધાયા છે. આ લઠ્ઠાકાંડની ઘટનામાં 32ના મોત થયા છે. ડાયાલીસીસ માટેના સાધનો અમદાવાદથી મંગાવી લેવામાં આવ્યા છે. લોકોને વધુમાં વધુ સારી સારવાર મળે તેવી કોશિશ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂ વેપાર પર પોલીસ અને ભાજપના લોકોની ભાગદારી : જગદીશ ઠાકોર

શિક્ષણપ્રધાનને કેજરીવાલ વિશે પૂછતાં મૌન - આરોગ્યપ્રધાન બાદ શિક્ષણપ્રધાન પોતાના ગામની હોસ્પિટલમાં 52 લોકો સારવારમાં આવ્યા હોય અને 11 લોકોના મોત થયા હોય, ત્યારે કેજરીવાલના આગમન પહેલા આરોગ્યપ્રધાન સાથે દર્દીના હાલ પૂછવા પહોચ્યા હતા. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનના આદેશ મુજબ કાર્યવાહી થઈ રહી છે. આ બનાવને પગલે FSL રિપોર્ટ કરાવવાના આદેશ આપ્યા છે. અનેક લોકોને બચાવાની પણ કોશિશ કરી છે. આ સમય રાજનીતિ કરવાનો નથી કે રાજનીતિનો વિષય નથી. લોકોના દુઃખમાં સાથે ઉભા રહીને મદદરૂપ થવાનો સમય છે.

600 લિટર કેમિકલ ખરીદવામાં આવ્યું હતું - લઠ્ઠાકાંડની ઘટના બાદ હાઈ પાવર કમિટીની(High Power Committee) રચના કરવામાં આવી છે. જેમાં કમિટીના ચેરપર્સન(Chairperson of the Committee) સુભાષ ત્રિવેદી નીમવામાં આવ્યા છે. આ મામલે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાનો છે. જેથી આ ઘટનાને લઈને કોઈને પણ બક્ષવામાં નહિ આવે. તેમજ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં અમદાવાદમાંથી 600 લિટર કેમિકલ ખરીદવામાં આવ્યું હતું. જે જાણવા મળ્યું છે તો સરકારના નિર્ણયોથી પોલીસે 450 લિટર કેમિકલ પકડી લેવામાં આવ્યું છે. હાલમાં સરકારે ગેરકાયદે કેમિકલની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Harsh Sanghvi Visit Civil Hospital : બોટાદ લઠ્ઠાકાંડ અસરગ્રસ્તોની ગૃહપ્રધાને ખબરઅંતર કાઢી વ્યવસ્થાઓની સમીક્ષા કરી

મુખ્યપ્રધાનની કરી અધિકારી સાથે બેઠક - તપાસ માટે ટુકડીઓ પણ ગામડાઓમાં ફરી રહી છે. મીડિયાનો રોલ પણ પ્રશંસનીય છે અને જાગૃતી લાવી છે ત્યારે મુખ્યપ્રધાનએ પણ આવી ઘટના ના બને તે માટે અધિકારી સાથે બેઠક કરી છે. મુખ્યપ્રધાનના આદેશથી અમે બન્ને આવ્યા છીએ. શિક્ષણપ્રધાનને કેજરીવાલ વિશે પૂછતાં મૌન સેવી લીધું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.