ETV Bharat / city

ભાવનગરમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ગાઇડલાઇનના ધજાગરા - મમતા બેનર્જીનો વિરોધ

ભાવનગર શહેરમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન થાય તો દંડ અને દુકાન સિલ જેવા પગલાં ભરાવામાં આવે છે. ત્યારે, સરકારના ગૃહ સચિવ વિભાગે કરેલા પરિપત્રમાં ટાંકવામાં આવ્યું છે કે, રાજકીય, ધાર્મિક, સામાજિક મેળાવડા કરવા નહિ. આમ, છતાં ભાજપ દ્વારા ધરણાના કાર્યક્રમ યોજીને નિયમોનો ભંગ કરી રહ્યું છે. આ બાબતે, પોલીસ પણ મુકપ્રેક્ષક બની જોઈ રહી હતી.

ભાવનગરમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ગાઇડલાઇનના ધજાગરા

author img

By

Published : May 6, 2021, 4:21 PM IST

  • શહેરમાં દિવસ દરમિયાન જીવન જરૂરિયાત સિવાયની ચીઝ વસ્તુની દુકાનો બંધ
  • ભાવનગરમાં ભાજપે મમતા બેનર્જીનો વિરોધ કરવા ધરણા કર્યા
  • કાર્યક્રમમાં 25 જેટલા લોકોથી વધુ રાજકીય વ્યક્તિઓ એકઠા થયા

ભાવનગર: શહેરમાં રાત્રી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.આથી, દિવસ દરમિયાન જીવન જરૂરિયાત સિવાયની ચીઝ વસ્તુની દુકાનો બંધ છે. ત્યારે, મેળાવડાઓ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભાવનગર શહેરમાં રાજકીય પક્ષો રાજ્ય સરકારના કોરોના ગાઇડલાઇનના નિયમનો ભંગ કરી રહ્યા છે. ભાજપે મમતા બેનર્જીનો વિરોધ કરવા ધરણા કર્યા હતા.

ભાવનગરમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ગાઇડલાઇનના ધજાગરા

આ પણ વાંચો: કોવિડ સેન્ટર ખુલ્લૂં મુકવાના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

કોરોના ગાઇડલાઇનના નિયમોનું ઉલ્લંઘન કરતા રાજકીય પક્ષો

ભાવનગર શહેરમાં કોરોનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આથી, ગૃહ વિભાગના સચિવે જારી કરેલા પરિપત્રમાં કોરોના ગાઇડલાઇનને લઈને રાજકીય, ધાર્મિક કે સામાજિક મેળાવડાઓ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. છતાં ભાવનગર શહેરમાં ભાજપે બંગાળમાં થયેલી હિંસાના મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં 25 જેટલા લોકોથી વધુ રાજકીય વ્યક્તિઓ એકઠા થયા અને મેળાવડા જેવો માહોલ ઉભો કરીને જાહેરમાં કોરોના ગાઇડલાઇનના નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં ભાજપના જ નેતાઓ દ્વારા સરકારની ગાઇડલાઇનના ધજાગરા

આ પણ વાંચો: લોકો એકઠા થાય તો દંડ, તો પછી ભાજપ નેતાઓ માટે બધી છૂટ કેમ?

ભાજપ દ્વારા નિયમના ધજાગરા ઉડાડ્યા અને પોલીસ મુકપ્રેક્ષક

ભાવનગરમાં કોંગ્રેસે 15 લોકો એકઠા કરી કાર્યક્રમ કરવામાં આવતા પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે, બંગાળની હિંસાના પગલે ભાજપે 2 કાર્યક્રમ આપ્યા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય વિભાવરી દવેએ ઘોઘા ગેટ ચોકમાં કોરોનાના ગાઇડલાઇનના નિયમના ધજાગરા ઉડાડીને 20 જેટલા લોકો એકઠા કર્યા હતા. બીજી બાજુ, પશ્ચિમના ધારાસભ્ય એ નિલમબાગ સર્કલમાં 25 લોકોને ભેગા કરીને મેળાવડા જેવો માહોલ ઉભો કર્યો હતો. રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઇન માટે ગૃહ સચિવના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકીય, ધાર્મિક અને સામાજિક તેમજ અન્ય પ્રસંગમાં મેળાવડા કરી શકાશે નહીં. ત્યારે, ભાવનગરમાં ભાજપ જ નિયમના ધજાગરા ઉડાડતું હતું અને પોલીસ મુકપ્રેક્ષક બની જોઈ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.