ETV Bharat / city

સિહોરના ખાંભા ગામમાં નેટવર્કના ધાંધિયા, મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવા ખેડૂતો ડુંગરે ચડ્યા - ભાવનગરના ખેડૂતોને પાક રજિસ્ટ્ર્શનમાં હાલાકી

સમગ્ર દુનિયા જ્યારે 21મી સદીમાં જીવી રહી છે ત્યારે ભાવનગરના સિહોર તાલુકાના ખાંભા ગામના લોકો હજી પણ પોતે 20 મી સદીમાં હોવાનો અનુભવ કરી રહ્યા છે. મોબાઈલ નેટવર્કથી કનેક્ટ થઈ સમગ્ર દુનિયા આગળ વધી રહી છે પરંતુ હજી પણ ભારતના અનેક ગામડા એવા છે જ્યાં નેટવર્કના ધાંધિયાને પગલે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભાવનગરના ખાંભા ગામના ખેડૂતો પણ આવી જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.

સિહોરના ખાંભા ગામમાં નેટવર્કના ધાંધિયા, મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવા ખેડૂતો ડુંગરે ચડ્યા

author img

By

Published : Oct 6, 2020, 8:46 PM IST

ભાવનગર: ખાંભા ગામમાં એક પણ મોબાઈલ નેટવર્ક કંપનીનું નેટવર્ક આવતું નથી. આ સ્થિતિમાં સરકારે જ્યારે 20 દિવસમાં રજિસ્ટ્રેશનની જાહેરાત કરી છે ત્યારે અહીંના ખેડૂતોને મગફળીનું રજિસ્ટ્રેશન કરવા ડુંગરો પર ચડવું પડે છે.

સિહોરના ખાંભા ગામમાં નેટવર્કના ધાંધિયા, મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવા ખેડૂતો ડુંગરે ચડ્યા
મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવા ખેડૂતો ડુંગરે ચડ્યા

મોબાઈલ યુગની શરૂઆતમાં બજારમાં બે ચાર કંપનીઓ જ માર્કેટમાં હતી. મોબાઇલ નેટવર્ક માટે લોકોને અગાસી, ઝાડ કે દૂર ડુંગરો પર જવું પડતું હતું. આ દ્રશ્યો હવે ભૂતકાળ બની ગયા છે પરંતુ જો આજના સમયમાં પણ આવા દ્રશ્યો સર્જાય તો ડીજીટલ યુગની કલ્પનાને ઝાંખપ લાગી ગણાય.

ભાવનગરના સિહોરના ખાંભા ગામમાં આજે પણ 20મી સદીનો સમયગાળો જોવા મળી રહ્યો છે. પહેલા ખેડૂતો પર કોરોનાનો કહેર વરસ્યો, ત્યારબાદ કમોસમી વરસાદે ખેતરોના ઉભા પાકમાં તારાજી સર્જી.

હવે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાતો કરી છે ત્યારે તા.1 થી 20 સુધીમાં મગફળી રજિસ્ટ્રેશન શરૂ થયું છે પરંતુ ગ્રામ પંચાયત ઓપરેટરોએ હડતાળ પર જવાનું એલાન કરતા નેટવર્કના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે.

હાલ ખેડૂતોને મગફળી નોંધણી માટે તેમજ પાક નુકસાનની ઓનલાઈન નોંધણી માટે 2 કીમી દૂર ડુંગરની ટોચ ઉપર જઇ ઓનલાઈન નોંધણી કરવાની ફરજ પડે છે, આ ગામમાં કોઈ કંપનીનું નેટવર્ક નથી આવતું અને મોબાઇલ ફોન માત્ર શોભના ગાંઠિયા સમાન બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.