ETV Bharat / city

Pav Ganthiya Bhavnagar: ભાવનગરની આ જગ્યાના પાવ ગાંઠિયા છે ફેમસ, અનોખી રીતે બનાવવામાં આવે છે ચટણી - દિલીપની પાવ ગંઠીયાની ચટણી

ભાવનગરના દિલીપના પાવ ગાંઠિયા (Pav Ganthiya Bhavnagar) અને લચ્છુના પાવ ગાંઠિયા પ્રખ્યાત છે. પાવ ગાંઠિયાના પાવ ભાવનગર સિવાય ક્યાંય બનતા નથી અને તેની ચટણી સ્વાદમાં વધારો કરે છે. જાણો કેવી રીતે બનાવવામાં આવે છે પાવ ગાંઠિયાની ચટણી અને પાવ ગાંઠિયા વિશે.

Pav Ganthiya Bhavnagar: ભાવનગરની આ જગ્યાના પાવ ગાંઠિયા છે ફેમસ, અનોખી રીતે બનાવવામાં આવે છે ચટણી

author img

By

Published : Feb 16, 2022, 10:44 PM IST

ભાવનગર: ભાવનગર શહેરના ગાંઠિયા (bhavnagari gathiya in bhavnagar) દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ભાવનગરના બટેટા ભૂંગળા (Bateta Bhungala Bhavnagar) બાદ બીજો નંબર પાવ અને ગાંઠિયાનો આવે છે. પાવ ગાંઠિયા (Pav Ganthiya Bhavnagar) સાથે બટેટા અને ચટણી લોકોના મન લુભાવે છે. ભાવનગર કલાનગરીમાં ખાણીપીણી (famous food of bhavnagar)માં પણ કલાકારી જરૂર જોવા મળે છે. ભાવનગર શહેરના લચ્છુના પાવ ગાંઠિયા (pav ganthiya of lachhu) એક સમયે ખૂબ પ્રખ્યાત હતા. સમય જતાં આજે દિલીપના પાવ ગાંઠીયાએ મેદાન માર્યું છે. દિલીપના પાવ ગાંઠિયા (Dilip's Pav Ganthiya)ની દુકાન શહેરના હલુરિયા સર્કલમાં આવેલી છે. બજારમાં આવતા ભાવનગરવાસીઓ બપોરનું જમવામાં નહીં પણ પાવ ગાંઠિયામાં પોતાનો સંતોષ માને છે.

ભાવનગરમાં દિલીપના પાવ અને ગાંઠિયા ફેમસ છે.

પાવ ગાંઠિયાના પાવ ભાવનગર સિવાય ક્યાંય બનતા નથી

ભાવનગરના લચ્છુના પાવ ગાંઠિયાનું એક સમયે નામ હતું. લચ્છુના પાવ ગાંઠિયાની મજા ચટણીના આધારે આવે છે. લચ્છુની ચટણી ખાટી, તીખી હોવાથી એક સમયે લોકો પડાપડી કરતા હતા. સમય વીતતા આજે દિલીપના પાવ ગાંઠિયા પ્રથમ નંબરે છે. દિલીપના પાવ ગાંઠિયાના સંચાલક ચિરાગ મકવાણા જણાવે છે કે, પાવ ગાંઠિયાના પાવ ભાવનગર સિવાય ક્યાંય બનતા નથી.

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં કોંગ્રેસની સત્તા અખંડ કે ખંડિત! સળગતો સવાલ...

પાવ ગાંઠિયાની ચટણી વધારે છે સ્વાદ

આંબલી, ખજૂર, ટામેટાની ગ્રેવી અને અન્ય મસાલાથી બનાવવામાં આવે છે.

પાવ ગાંઠિયાની મજા ચટણીના કારણે હોય છે. ચટણી (Dilip's pav ganthiya sauce) બનાવવાની અમારી મોનોપોલી છે. ચટણી અમે આંબલી, ખજૂર, ટામેટાની ગ્રેવી અને અન્ય મસાલાથી બનાવીએ છીએ. રોજના અંદાજે 1 હજારથી વધુ લોકો પાવ ગાંઠિયાની મજા લેવા આવે છે. પાવ ગાંઠિયાની કિંમત એક ડિશના 20 રૂપિયા લેવામાં આવે છે. એક ડિશમાં કોઈ પણ વ્યક્તિને સંતોષ થઈ જાય છે.

આ પણ વાંચો: શું તમારા બાળકો આપે છે આવી પરીક્ષા? પ્રાથમિક શાળામાંથી સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો

સ્વાદ રસિયાઓ પાવ ગાંઠિયાની મજા માણવાનું ચૂકતા નથી

પાવ ગાંઠિયાના પાવ ભાવનગર સિવાય ક્યાંય બનતા નથી.

ભાવનગરવાસીઓ હાલતા-ચાલતા પાવ ગાંઠિયાનો સ્વાદ લઈ આવતા હોય છે. અન્ય શહેરોમાંથી ભાવનગર (Bhavnagar Street Food)ના મહેમાન બનતા લોકો પાવ ગાંઠિયા ખાવાનું ચૂકતા નથી. દર્શનભાઈ અને કેતનભાઈ અને અન્ય 3 મિત્રો મોરબી રહેવાસી છે અને ભાવનગરના મહેમાન બન્યા હતા. દર્શનભાઈનું કહેવું હતું કે, અમે મોરબીથી આવીએ છીએ. જ્યારે ભાવનગર આવીએ એટલે પાવ ગાંઠિયા અચૂક પણે ખાઇએ છીએ. પાવ ગાંઠિયાની ચટણી બઉ ખાટી નહીં, બઉં મીઠી નહીં માપસર હોય છે જેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. કેતનભાઈએ જણાવ્યું હતું કે, અમે જ્યારે ભગુડા દર્શન કરવા આવીએ છીએ ત્યારે અચૂક પાવ ગાંઠિયા આરોગવા ભાવનગર આવીએ છીએ. 15 વર્ષથી આવીએ છીએ અને દિલીપભાઈના જ પાવ ગાંઠિયાનો સ્વાદ માણીએ છીએ જેનો સ્વાદ અલગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.