ટાણા ગામે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માગ
ટાણા ગ્રામપંચાયતના કોંગ્રસ સભ્ય એ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા આપ્યું આવેદન
ગામમાં સંક્રમણ વધતું અટકાવવા માટે ગામલોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પણ રાખવામાં આવ્યું છે.
ગામમાં જ કોવીડ કેર સેન્ટર ઉભું કરી દર્દીઓને સારવાર મળી રહે તે માટે માગ કરવામાં આવી
ભાવનગર : ભાવનગર જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે.એમાં પણ સૌથી વધુ ગ્રામ્યકક્ષાએ સંક્રમીતોની સંખ્યામાં વધારો થતા દર્દીઓને સારવાર માટે શહેરની હોસ્પિટલ સુધી જવા મજબુર બનતા સિહોર તાલુકાના ટાણા ગ્રામપંચાયતના કોંગ્રેસના સભ્ય પથુભાઇ ગોહિલ દ્વારા ટાણા ગ્રામજનોને ગામમાં જ PHC સેન્ટર પર સારવાર મળી રહે તે માટે કોવીડ-કેર સેન્ટર ચાલુ કરવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા ગામમાં જ કોવીડ કેર સેન્ટર ઉભું કરી દર્દીઓને સારવાર મળી રહે તે માટે માગ
ટાણા પંચાયત સભ્ય પથુભાઇ ગોહિલ એ જણાવેલ કે ટાણા ગામ અને તેની આસપાસના 20 થી 25 જેટલા નાના-મોટા ગામો આવેલા છે.હાલ કોરોના મહામારીમાં ટાણા ગામમાં સંક્રમિત દર્દીઓને સિહોર તેમજ ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે મજબૂર બન્યા છે.અત્યાર સુધીમાં ગામમાં કુલ 70 એક્ટીવ કેસો જોવા મળ્યા છે અને લોકોને સારવાર મેળવવામાં સમય લાગતા મોત નીપજ્યા છે જેને લઈને ટાણા ગામમાં જ આવેલ પીએચસી સેન્ટર પર જો કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેતો દર્દીઓને સારવાર ગામમાં જ મળી રહે,ઉપરાંત ગામમાં સંક્રમણ વધતું અટકાવવા માટે ગામલોકો દ્વારા સ્વેછીક લોકડાઉન પણ રાખવામાં આવ્યું છે.ત્યારે જો સરકાર દ્વારા ગામમાં જ કોવીડ કેર સેન્ટર ઉભું કરી દર્દીઓને સારવાર મળી રહે તે માટે માગ કરવામાં આવી છે.