ભાવનગર: જિલ્લાના નેસવડ પાસે GIDC વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શખ્સે પોતાના માસૂમ ત્રણ વર્ષના સાળાનું કાસળ કાઢી નાખ્યા બાદ (Bhavnagar murder case) કોર્ટે બનેવીને સજા ફટકારી છે.
બનેવીએ કેમ કરી સાળાની હત્યા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામ નજીક આવેલ GIDC વિસ્તારમાં ભૈયાની ખોલીમાં શિવનાથરામ ચામાર પોતાની પત્ની પુત્ર સાથે રહે છે. ખોલીમાં નીચેના ભાગે તેમની પુત્રી પિન્કીદેવી અને જમાઈ રામપ્રસાદદાસ ચામાર રહે છે. ગત તારીખ 8//7/2020ના રોજ વરતેજ પોલીસ સ્ટેશન (vartej police station)માં શિવનાથરામ ચામારે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રી પિન્કીદેવી અને જમાઈ રામપ્રદાસદાસ વચ્ચે વારંવાર ઝગડો થતો હતો. ઘરકામ અને રસોઈ બાબતે વારંવાર ઝગડો થતો તેથી ફરિયાદી શિવનાથરામ ચામાર અને તેમની પત્ની આશાદેવીએ જમાઈ રામપ્રસાદદાસને ઠપકો આપતા જેની દાઝ રાખી જમાઈ રામપ્રસાદદાસએ પોતાના ત્રણ વર્ષના સાળા શિવમને નેસવડ ઉખરલા રોડ પર આવેલા નાળા પાસે લઈ જઈ છરીથી 10 ઘા મારી મૃત્યુ નિપજાવ્યું હતું.
આ પણ વાંચો: Pandemic to Endemic: ડોકટરો કહે છે, લોકોએ નવી વાસ્તવિકતા સાથે જીવવુ પડશે
કોર્ટે શુ આપી સજા
ભાવનગર જિલ્લાની કોર્ટમાં કેસ ચાલી જતા જજશ્રી આર.ટી વચ્છાણી સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા આધાર પુરાવા 36 અને 8 સાક્ષીના આધારે આજીવન કેદ (Bhagnagar Life imprisonment)ની સજા જમાઈ રામપ્રસાદદાસ ચામારને ફટકારી છે. કોર્ટે 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
આ પણ વાંચો: રાજકોટમાં પેટ્રોપ પંપ પર યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ: જૂઓ સીસીટીવી