ETV Bharat / city

ભાવનગરના સેન્ટરોમાં કોવિડ રેપીડ ટેસ્ટ કીટ થઇ ખાલી, લોકોને જરૂરિયાત હોય તો જ ટેસ્ટ કરાવવા અપીલ - ભાવનગરના સમાચાર

ભાવનગરમાં કોવિડ રેપીડ ટેસ્ટ સેન્ટરમાં કીટ ખાલી થવાનો બીજો બનાવ સામે આવ્યો છે. 45 સ્થળો પર થતો રેપીડ ટેસ્ટ અટકી ગયો છે. ટેસ્ટ કીટ ખાલી થતા બે દિવસ માટે શહેર ટેસ્ટિંગ વગરનું રહેશે. આથી જરૂરિયાતવાળા લોકો લટકી પડશે. આ માટે જ અધિકારીઓ અપીલ કરી રહ્યા છે કે ખોટી જરૂરિયાત વગર રેપીડ ટેસ્ટ લોકોએ ન કરાવવો જોઇએ.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Apr 22, 2021, 9:24 PM IST

  • ભાવનગરના કોવિડ સેન્ટરોમાં રેપીડ કીટ થઇ ખાલી
  • બે દિવસ ટેસ્ટ બંધ રખાશે
  • લોકોને જરૂરિયાત હોય તો જ ટેસ્ટ કરાવવા કરી અપીલ
    ભાવનગર

ભાવનગર: ભાવનગરમાં ગતવર્ષ માર્ચથી લઈને હાલ સુધી 2,20,000 રેપીડ ટેસ્ટ થયા છે, ત્યારે બીજી લહેરમાં ભાવનગરમાં ફરીવાર રેપીડ કીટ ખાલી થઈ છે. જેના પગલે આગામી બે દિવસ સુધી શહેરમાં રેપીડ ટેસ્ટિંગ અટકી પડશે. આથી ખોટી રીતે બે કે ત્રણ વખત ક્રોસ ચેક કરવા અને લક્ષણો વગર રેપીડ ટેસ્ટ કરાવતા લોકોને આ અંગે અપીલ કરવામાં આવી છે કે તેઓ કારણ વગર ટેસ્ટિંગ ન કરાવે.

ભાવનગરમાં બીજી વખત રેપીડ ટેસ્ટ કીટ થઈ ખાલી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગતવર્ષ બાદથી રેપીડ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજદિન સુધીમાં કુલ 2,20,000 જેટલા રેપીડ ટેસ્ટ થયા છે. હાલમાં ભાવનગરના કોવિડ સેન્ટરોમાં બીજી વખત કોવિડ કીટ ખાલી થઈ છે. એક તરફ ભાવનગરમાં એક દિવસમાં 100 થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જ્યારે આજથી આગામી બે દિવસ સુધી રેપીડ ટેસ્ટ થઈ શકશે નહીં તેમ મનપાના આરોગ્ય અધિકારી આર કે સિન્હાએ જણાવ્યું છે.

ભાવનગર
ભાવનગર

રેપીડ કીટ ખાલી થવા પાછળ કારણ

ભાવનગર શહેરમાં રેપીડ ટેસ્ટ કરીને કોરોના સંક્રમિત લોકોને શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેથી જાહેર 13 થી વધુ સ્થળો અને અન્ય સ્થળો મળીને 45 સ્થળો પર રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. હાલમાં બે દિવસ પહેલા 10 હજાર કીટ મેળવનાર મનપાએ 4 હજાર કીટ જિલ્લા પંચાયતને આપી હતી, જેમાંથી વધેલી 6 હજાર કીટ ખાલી થઈ ગઈ છે તેથી આગામી બે દિવસ રેપીડ ટેસ્ટ શહેરમાં થશે નહીં. રેપીડ કીટ ખાલી થવા પાછળ આરોગ્ય અધિકારી સામે કેટલાક લોકો અલગ અલગ સ્થળે જઈને ત્રણ ત્રણ સેન્ટરમાં અલગ અલગ રેપીડ ટેસ્ટ કરાવે છે જે યોગ્ય નથી તેના કારણે કીટ વેડફાય છે તેમજ જે લોકોને લક્ષણો નથી તેવા લોકો પણ હૈયા ધારણા માટે રેપીડ કરાવે છે તેવા લોકો ખોટો રેપીડ કિટનો ઉપયોગ કરે નહિ તેવી અપીલ કરવામાં આવી છે.

ભાવનગર
ભાવનગર

કેમ સમયસર નથી મળતી કીટ?

ભાવનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ જોરશોરથી રોઇડ ટેસ્ટ કરવાની સાથે ખાલી થવાના બે દિવસ પૂર્વે માંગ કરે છે પણ કંપની ઉત્પાદનમાં પાછી પડતી હોવાથી સમયસર કિટો મળતી નથી ત્યારે 22 એપ્રિલે થોડી ઘણી PHC સેન્ટર પર કિટો વધી છે પણ નવી 10 હજાર કીટી આવતા બે દિવસ લાગશે એટલે રવિવાર સિવાય રેપીડ ટેસ્ટ શહેરમાં થવાની સંભાવના નથી રહી.

ભાવનગર
ભાવનગર

આ પણ વાંચો: ભાવનગરના સર ટી હોસ્પિટલના તંત્ર પર ઉઠ્યા સવાલો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.