- દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલન દ્વારા ભારત બંધનું એલાન
- વિવિધ સમિતિઓ તેમજ સંગઠનો દ્વારા આંદોલનને મળ્યું સમર્થન
- ખેડૂત એકતા મંચ દ્વારા બંધને સફળ બનાવવા જલદ કાર્યક્રમ
- સરકારની ખેડૂતો વિરુદ્ધની નીતિઓ સામે ખેડૂતોમાં રોષ
ભાવનગરઃ સરકાર દ્વારા ખેડૂત વિરુદ્ધના બિલ પાસ કરીને કાયદો બનાવવામાં આવ્યો છે. જેનો વિરોધ પંજાબ અને હરિયાણાના ખેડૂતો કરી રહ્યા છે. જેને સમર્થન આપવા માટે 8 ડિસેમ્બર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેથી ભાવનગરના ખેડૂત એકતા મંચે ભારત બંધને સમર્થન આપ્યું છે.
ખેડૂત એકતા મંચ દ્વારા ભારત બંધને સમર્થન
ખેડૂતોને અન્યાયકારી 3 કાયદા પાછા ખેંચવાની માગ સાથે દિલ્હીની સરહદ પર ખડેપગે ખેડૂતોનું આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેમજ ખેડૂતોએ સરકાર પાસે કરેલી માગનો પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી 8 ડિસેમ્બરે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.જેને ભાવનગર જિલ્લાના ખેડૂત એકતા મંચ દ્વારા સમર્થન આપી જલદ કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂત એકતા મંચ દ્વારા બંધને સફળ બનાવવા જલદ કાર્યક્રમ
દિલ્હી ખાતે ચાલતું ખેડૂતોનું આંદોલન ધીમે ધીમે ઝોર પકડી રહ્યુ છે. આ ઉપરાંત સરકાર પાસે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માગનો આજદિન સુધી કોઈ નિર્ણય નહીં આવતા આવતી કાલને ૮ ડીસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખેડૂતોના આ આંદોલનને દેશના અનેક રાજ્યોમાંથી વિવિધ સમિતિઓ તેમજ મંડળો દ્વારા આંદોલનને સર્મથન આપવામાં આવી રહ્યું છે. તેમજ ખેડૂતોના અંદોલન દ્વારા આપવામાં આવેલા બંધને ગુજરાત કોંગેસ દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લાના ખેડૂતો અને ખેડૂત એકતા મંચ દ્વારા આંદોલનને સમર્થન આપ્યું છે.