ETV Bharat / city

ભાવનગર ફાયર વિભાગ એકશન મોડમાં, ફાયર NOC નહીં ધરાવતી ઈમારતો સીલ

ભાવનગરમાં ફાયર વિભાગે છેલ્લા દસ દિવસમાં ઇમારતો સિલ કરવાના પગલાં ભર્યા છે. જેમાં શાળાઓ અને ટ્યુશન કલાસ સહિત અન્ય ઇમારત પણ સામેલ છે. ત્યારે ફાયરના કડક વલણથી જેની પાસે NOC નથી, તેવી ઇમારતો વાળા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં અનલોક બાદ ખુલેલા બજારો અને જનજીવન સામાન્ય થયા બાદ ફાયર બ્રિગેડ એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં આશરે 200 જેટલી બિલ્ડીંગો છે. જેની પાસે કોઈ NOC કે ફાયરના સાધનો નથી, આવી ઈમારતો ધરાવતા લોકોને ફાયર બ્રિગેડે નોટીસો આપી હતી, બાદ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

author img

By

Published : Nov 25, 2020, 10:54 PM IST

ભાવનગર ફાયર વિભાગ આવ્યુ એકશન મોડમાં, ફાયર NOC ન ધરાવતી ઈમારતો સીલ

  • ભાવનગર ફાયર વિભાગની કડક કાર્યવાહી
  • શહેરની 200 જેટલી બિલ્ડિંગો NOC વગર જ કાર્યરત
  • શહેરની શાળાઓ, ટ્યુશન કલાસીસ વગેરે ઈમારતો સીલ

ભાવનગરઃ શહેરમાં ફાયર વિભાગે છેલ્લા દસ દિવસમાં ઇમારતો સિલ કરવાના પગલાં ભર્યા છે. જેમાં શાળાઓ અને ટ્યુશન કલાસ સહિત અન્ય ઇમારત પણ સામેલ છે. ત્યારે ફાયરના કડક વલણથી જેની પાસે NOC નથી, તેવી ઇમારતો વાળા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં અનલોક બાદ ખુલેલા બજારો અને જનજીવન સામાન્ય થયા બાદ ફાયર બ્રિગેડ એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં આશરે 200 જેટલી બિલ્ડીંગો છે. જેની પાસે કોઈ NOC કે ફાયરના સાધનો નથી, આવી ઈમારતો ધરાવતા લોકોને ફાયર બ્રિગેડે નોટીસો આપી હતી, બાદ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં ફાયર બ્રિગેડની કામગીરી

શહેરમાં 200 જેટલી ઈમારતો એવી છે કે જેની પાસે NOC કે ફાયરના સાધનો નથી. તેથી ફાયર બ્રિગેડ દ્વારા વારંવાર નોટીસો આપવા છતાં નોટિસોને અવગણનારા લોકો સામે ફાયર બ્રિગેડે લાલ આંખ કરી છે. શહેરમાં છેલ્લા 10 દિવસમાં ફાયર બ્રિગેડે ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છેે, આ ચેકિંગ દરમિયાન સાધનો કે એનઓસી ના હોઈ એટલે ઈમારતને સીલ કરવામાં આવી રહી છે. ફાયરના કડક વલણથી જેની પાસે ફાયરના સાધનો નથી તેવા લોકોમાં ભય ફેલાયો છે.

ફાયર વિભાગે નોટીસ આપ્યા બાદ સીલ કરી ઈમારત

ફાયર વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસમાં સીલ કરવામાં આવેલી ઈમારતોમાં લગભગ 5 થી 6 શાળાઓનો સમાવિષ્ટ છે. શહેરની પ્રતિષ્ઠિત શાળાઓ બંધ છે ત્યારે ભાવનગરમાં સેન્ઝેવ્યર્સ, ફાતિમા, વિરાણી, વિધ્યાધીશ જ્ઞાનમંજરી બોયઝ હોસ્ટેલને સીલ કરવામાં આવ્યા છે. આ સિવાય પણ ટ્યુશન કલાસીસ અને હીરાના કારખાનાને પણ સીલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગે જણાવ્યું છે કે, હવે સાધનો કે એનઓસી નહી હોઈ એટલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પહેલા નોટીસ અને બાદમાં સીલ મારવાની કામગીરી હશે.

ફાયર વિભાગનું એનઓસી કેટલું મહત્વનું ?

શહેરમાં બનતી ઈમારતોને બાંધકામ પૂર્ણ થયા બાદ ફાયર વિભાગનું NOC લેવાનું ફરજિયાત રહે છે. ફાયર વિભાગના એનઓસી બાદ ફાયર વિભાગનુંં ચેકિંગ થાય અને બાદમાં તેને ઈમારતનો ઉપયોગ કરવાની પરવાનગી રૂપે એનઓસી આપવામાં આવે છે. શહેરમાં 200 જેટલા લોકોને નોટીસો આપવામાં આવી છે. આથી કહી શકાય કે, ફાયર વિભાગની કોઈ પ્રકારની ચિંતા અથવા તો રાજકીય પીઠબળ ધરાવનારા ઈમારતોનો ફાયર વિભાગના સાધન વગર ઉપયોગ કરે છે અને બાદમાં કાર્યવાહીના નામે વર્ષો વીતી જાય છે. તો હવે જયારે ફાયર વિભાગ સખ્ત બન્યું છે ત્યારે ફરી રાજકીય પીઠબળનો ઉપયોગ થશે કે પછી નિયમોનું પાલન કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.