ETV Bharat / city

ભાવનગર જિલ્લા પંચાયતનું 1035 કરોડનું બજેટ રજૂ કરાયું - Bhavnagar District Panchayat

ભાવનગર જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2021- 22 માટે 1035 કરોડના ખર્ચનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં આવક અને જાવકનો સવાલ થતા નવા પ્રમુખ ગોટાળે ચડ્યાં હતા.

gujarat news
gujarat news
author img

By

Published : Mar 27, 2021, 1:18 PM IST

  • જિલ્લા પંચાયતની 1035 કરોડનું બજેટ રજૂ કરાયું
  • પ્રમુખ આવક જાવકના આંકડામાં ચડ્યા ગોટાળે
  • આખરે સવાલ આખા તૈયાર કરાયેલા બજેટ પર પ્રશ્નાર્થ ઉભો થઇ જાય છે

ભાવનગર: જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. નવી બોડીના પ્રમુખે 1035 કરોડના ખર્ચ વાળું 2021- 22નું બજેટ રજૂ કર્યું હતું. જોકે બજેટ રજૂ કર્યા બાદ પ્રમુખને આવક- જાવકનું પૂછતાં શું કહેવું તેની સમજણ રહી નોહતી. હવે પ્રમુખને આવક- જાવકનો ખ્યાલ નથી. તો જિલ્લા પંચાયતના વહીવટ સામે પ્રશ્ન જરૂર ઉભો થાય છે.

ભાવનગર જિલ્લા પંચાયત
ભાવનગર જિલ્લા પંચાયત

આ પણ વાંચો : પોરબંદર છાયા નગરપાલિકાનું 272 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર

જિલ્લા પંચાયતનું આગામી વર્ષનું 1035 કરોડના ખર્ચ વાળું બજેટ રજૂ

ભાવનગર જિલ્લા પંચાયતના સભા ખંડમાં સામાન્ય સભા નવી બોડીની પ્રથમ બેઠક યોજાઈ હતી અને સાથે હતું બજેટ. એટલે પ્રમુખ અને ઉપપ્રમુખે સ્થાન ગ્રહણ કર્યા પછી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 1035 કરોડના 2021- 22 વર્ષનું અંદાજીત ખર્ચ વાળું બજેટ રજૂ કરાયું હતું. જેમાં બંધ સિલક 369 કરોડ દર્શાવવામાં આવી છે. જ્યારે પાછલો કુલ ખર્ચ એટલે કે જાવક 1012 કરોડ દર્શાવવામાં આવ્યાં છે. આમ જોઈએ તો 31 માર્ચ સુધીની કુલ આવક- જાવકનો આંકડો 1404 કરોડ થવા જાય છે. આગમી વર્ષમાં પંચાયત જિલ્લામાં 1035 કરોડનો ખર્ચ કરશે. જેમાં સરકારમાંથી 1000 કરોડ આસપાસ આવવાની આશા દર્શાવાઇ છે.

ભાવનગર જિલ્લા પંચાયત
ભાવનગર જિલ્લા પંચાયત

સત્તા મળી ગયા બાદ વહીવટી પ્રક્રિયામાં ફેલ જતા નેતા

જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલને પ્રમુખ પદે બેસ્યા બાદ આજે શનિવારે સામાન્ય સભામાં પ્રથમ દિવર્ષ અને પ્રથમ બજેટ રજૂ કરવાનું હતું. બજેટ વિશે થોડી ઘણી માહિતી રાખનારા કદાચ પ્રમુખને મીડિયાએ કરેલા સવાલનો જવાબ મળ્યો નહિ. મીડિયામાંથી કેટલાનું બજેટ અને કેટલી જાવક પૂછતાં પ્રમુખને કાર્ય સૂચિમાં જોવાની ફરજ પડી અને છતાં પણ આંકડાની માયાજાળ સમજાઈ નહિ. જો નવા બેસેલા પ્રમુખ અને સભ્યોને આવક જાવકની પૂરતી સમજણ નહીં હોય તો આગામી દિવસોમાં અધિકારીઓ વહીવટ શું ચલાવશે? આ પ્રશ્ન જરૂર ઉભો થયો છે. કારણ કે, જીત માટે રાજકીય પક્ષ ઉમેદવાર ઉભા રાખી દે છે પણ ઉભેલો ઉમેદવાર જીત્યા બાદ સક્ષમ છે કે નહીં તે ભાજપમાં પણ નથી જોવામાં આવતું તે નિશ્ચિત થયું છે. ભાજપે શિક્ષિત લોકોને ટિકિટ આપવાની વાત કરી પણ હવે તે પણ રાજકરણમાં ક્યાંક પોતાની નક્કી કરેલી નીતિ જરૂર ભુલ્યું હોઈ તેવું લાગે છે.

ભાવનગર જિલ્લા પંચાયત
ભાવનગર જિલ્લા પંચાયત
  • જિલ્લા પંચાયત બજેટમાં શું નવું કરવામાં આવશે કે નહીં ? શું છે બજેટમાં

ભાવનગર જિલ્લા પંચાયતના બજેટમાં દેશના સંવિધાનને 2025માં 75 વર્ષ પૂર્ણ થતાં હોવાથી હાલના બજેટથી આયોજન કરવામાં આવ્યા છે. જેમાં નીચે મુજબના મુદ્દાઓ આવરી લેવાયા છે.

1) સ્વચ્છતા- જિલ્લામાં સ્વચ્છતા માટે 2019 થી 2024 સુધી ભારત મિશન ફેઝ- 2 યોજના તળે ગામોને ઓડીએફ બનાવવાનું આયોજન.

2) પીવાના પાણીની સુવિધા - નલ સે જલ ઘર સુધી સુવિધા માટે સંગ્રહ શક્તિ વિકસાવશે. પાણીની સમયે ચકાસણી થશે, ભારત સરકારના જળ શક્તિ અભિયાન સાથે અન્ય યોજનાઓ જોડાશે.

3) પાયાની સુવિધા - ગ્રામ પંચાયતોને પોતાનું મકાન, ડિઝિટલ સેવા, જિલ્લા તાલુકા પંચાયતની મિલકતોનું સમારકામ કરશે.

4) સિંચાઈ - ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ચેકડેમ અને જળાશયો મરામત કરી સજીવ કરશે તેમાં દરેક યોજનાઓનો સમાવેશ કરી કામ કરાશે.

5) શિક્ષણ - ઓરડાઓની ગુણવત્તા મરામતથી સુધારશે, શૌચાલય, હાથ ધોવાની અને પીવાના પાણીની સુવિધા સહિત અન્ય જરૂરિયાત સુવિધા વધારાશે.

6) આરોગ્ય - લેબરૂમ LAQSHYA થાય તે માટે આયોજન, દરેક જિલ્લા પંચાયત હોસ્પિટલ નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ બનાવા પહેલ થશે. 5 PHC અને 5 CHC "નેશનલ એક્રિડિટીટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થ કેર પ્રોવાઇડર્સ" સર્ટિફાઇડ થાય તેવા પ્રયાસો થશે. I.M.R 11 થાય M.M.R 40 સુધી ઘટાડવાનું લક્ષ્યાંક, તમામ આયુર્વેદ દવાખાના સરકારના નિર્દેશ પ્રમાણે "હેલ્થ એન્ડ વેલનેશ" સેન્ટર તરીકે વિકસાવશે અને આરોગ્ય સમન્વય તે માટે કાર્યક્રમો ઘડાશે.

7) મહિલા અને બાળ કલ્યાણ - જિલ્લામાં લિંગાનુંપાત 907 છે. જે ગંભીર સમજી 980 સુધી લઈ જવાશે, આંગણવાડીને ગુણવત્તાયુક્ત મકાન, ICDSની યોજના પ્રમાણે દરેક આંગણવાડીને એક વર્ષમાં સુવિધા મૂળભૂત પુરી પાડવામાં આવશે. કુપોષણ તેમજ એનિમિયા નિર્મૂલનમાં 80 ટકા ઘટાડો કરવા પ્રયત્ન થશે.

8) પશુપાલન - પશુ માટેના ફરતા દવાખાનામાં વધારો કરવામાં આવશે, વર્ષે 50 હજાર SEXED SEMEN ડોઝ ઓછામાં ઓછો અપાશે, પશુની જન્મ સંખ્યા વધે અને પશુપાલકના આવકમાં વધારો થાય તેવી વ્યવસ્થા કરાશે, પશુ પાલકનો ખર્ચ ઘટાડવા SILAGE અને NAPIER જેવા નવા ઘાસને પ્રોત્સાહન.

9) કૃષિ - લાભાર્થીને વધુ લાભ મળે તેવી કોશિશ, ઇ - ખેડૂત પોર્ટલમાં ઘટતી વ્યવસ્થા ઉભી કરશું. નગરપાલિકામાં ખેડૂતોને સીધી પોતાની ખેત પેદાશ વેચવા હાટ બજાર પુરી પાડશું, આત્મા પ્રોજેક્ટથી ખેતમજૂરને તાલીમ આપશું, મગફળીમાં AFLATOXIN ઘટે તેની ગુણવત્તા માટે FPO ઉભું કરશે.

10 ) સમાજ કલ્યાણ - વિભાગની યોજનાઓમાં લાભાર્થીઓને વધુ લાભ મળે અને પોર્ટલમાં જરૂરિયાત ફેરફાર કે સુવિધા ઉપલબ્ધ કરાવશું.

11) R- SETI સાથે સંકલન કરી રોજગાર અને કૌશલ્ય વર્ધન - તાલુકા લેવલ પર બહેનો માટે કેન્દ્રોની વ્યવસ્થા, ITI સાથે સનકલન કરી S- KVK એટલે સ્કૂલ બેઇઝ કૌશલ્ય વર્ધન કેન્દ્ર સ્થપાશે જેનો ખર્ચ જિલ્લા પંચાયત ભોગવશે, I-HUB સાથે ભાગીદારી કરીને ગામના નાના ઉદ્યોગોને ટ્રેડ માર્ક અને I.P.R રજિસ્ટ્રેશન માટે સુવિધા.

ભાવનગર જિલ્લા પંચાયતનું 1035 કરોડનું બજેટ રજૂ કરાયું

જિલ્લા પંચાયત દર 100 દિવસે કરશે લોકસેતુ સવાંદ

પંચાયત બજેટમાં લોકસેતુ સવાંદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર 100 દિવસે એક એક તાલુકામાં આયોજન કરવામાં આવશે. જેમાં સમસ્યાઓ અને ફરિયાદોને બને ત્યાં સુધી સ્થળ પર નિકાલ કરવામાં આવશે અને સ્થળ પર ન થાય તો આગામી લોકસેતુ સવાંદ પહેલા પૂર્ણ કરવાનું રહેશે. જેમાં ધારાસભ્ય અને સાંસદ સભ્યને આમંત્રણ આપવા જણાવ્યું છે, તો અધિકારીને ફરજીયાત હાજર રહેવા આદેશ કર્યો છે. લોકસેતુમાં પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.