ETV Bharat / city

Psychological Impact Of Viral Content: હત્યા જેવી ઘટનાના વાયરલ વિડીયો-ફોટો કેટલા ઘાતક? ASP સફીન હસને કહી મહત્વની વાત - સુરતમાં યુવતીની હત્યા

સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો-ફોટો વાયરલ (Psychological Impact Of Viral Content) થાય છે જે વિચલિત કરી મુકે છે. આવા વિડીયો-ફોટો કેમ વાયરલ ન કરવા અને તેની શું અસર પડે છે તે મુદ્દે ASP સફીન હસને Etv bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

Psychological Impact Of Viral Content: હત્યા જેવી ઘટનાના વાયરલ વિડીયો-ફોટો કેટલા ઘાતક? ASP સફીન હસને કહી મહત્વની વાત

author img

By

Published : Feb 14, 2022, 10:59 PM IST

ભાવનગર: 21મી સદી આધુનિકતા સાથે ડિજિટલ રીતે આગળ ધપી રહી છે. બાહ્ય સુખ-સુવિધાઓ વધી રહી છે, પણ ક્યાંક બાહ્ય સુવિધા અને બનતી ઘટનાઓ આજે દરેક વ્યક્તિના માનસપટ પર અસર (Psychological Impact Of Viral Content) કરે છે. વિકૃતિ અને વિચલિત કરતી ઘટનાના વિડીયો-ફોટોને લઈને સમાજમાં દરેક યુવાનોને નવયુવાન ASP સફીન હસને (ASP Safin Hasan)એક સલાહ Etv bharat મારફત જરૂર આપી છે.

Etv Bharat સાથે ASP સફીન હસનની વાતચીત.

વિડીયો-ફોટો માનસિક રીતે ઘેરા પ્રત્યાઘાત પાડે છે

સમગ્ર વિશ્વમાં દરેકના હાથમાં ફોન છે અને ફોનમાં ઈન્ટરનેટ છે. દુનિયા તો મુઠ્ઠીમાં છે, પરંતુ કેટલીક દુઃખદ ઘટનાઓના વિડીયો-ફોટો ઘટના બનતા સાથે વાયરલ થાય છે. વાયરલ થવાથી સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે છે. ઘટનાના આ વિડીયો-ફોટો લોકોને વિચલિત પણ કરે છે અને વિકૃતિ પણ પેદા કરે છે જેની સભાનતા કદાચ આજના નવ યુવાનોને નહીં હોય. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિડીયો-ફોટો (Psychological Impact Of Video Photos)કોઈપણ મનુષ્યના મનમાં ઘેરા પ્રત્યાઘાત પાડે છે. નકારાત્મકતા ઊભી થાય તો એ વ્યક્તિ તેવું કરવા પ્રેરાય છે અને હકારાત્મક થાય તો તે વ્યક્તિ વિડીયો-ફોટો જોયા બાદ માનસિક પીડા અનુભવે છે.

આ પણ વાંચો: Surat Pasodra Murder Case : પાસોદરા યુવતીની હત્યાનો મામલો, ગૃહપ્રધાન પહોંચ્યા યુવતીના ઘરે

સુરતમાં થયેલી યુવતીની હત્યાનો વિડીયો વાયરલ

ડિજિટલ યુગમાં ઘટના બનતા વિડીયો વાયરલ થવા લાગે છે. હાલમાં સુરતની યુવતીની હત્યાનો વિડીયો (Murder Of Girl In Surat) અનેક સોશિયલ મીડિયા ગ્રુપમાં ખૂબ વાયરલ થયો હતો. તેવી રીતે અગાઉ પણ આવી ઘટનાના વિડીયો વાયરલ (Viral Video Of Murder Of Surat Girl) થયા છે. Etv bharatએ Asp સફીન હસન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આપણા સમાજમાં કોઈ ઘટના બનતા વિડીયો વાયરલ થાય છે, પણ તેવું ના કરવું જોઈએ. કારણ કે દરેકના મન મજબૂત નથી હોત. તેમજ આપણા સમાજ પ્રમાણે વિચલિત કરતા દ્રશ્યો જોવાની ટેવ નથી, તેથી લોકોને માનસિક રીતે તેની અસર પડે છે.

આ પણ વાંચો: Surat Pasodra Murder Case: 'કપલ બોક્સ' બંધ કરવાની માંગ, શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા શહેર પોલીસ કમિશનરને રજૂઆત

વિડીયો-ફોટો વાયરલ ન કરવા જોઇએ

તેમણે જણાવ્યું કે, આવા વિડીયો વાયરલ કરવાને બદલે જરૂરિયાત ક્ષેત્રમાં એટલે કે પોલીસને પહોંચાડી દેવા જોઈએ, નહીં કે વાયરલ કરવા. યુવાનોએ ખાસ આ બાબત પર ભાર મુકવો જોઈએ કારણ કે આ વિડીયો યુવાનો વધુ વાયરલ કરતા હોય છે. આથી વિચલિત દ્રશ્યોવાળા વિડીયો-ફોટો વાયરલ ન કરવા જોઈએ, કારણ કે એક વખત આપણી જાતને ત્યાં મૂકીને જોવું જોઈએ તો વાયરલ કરનારને પણ ખ્યાલ આવે કે આ યોગ્ય નથી. ડિજિટલ યુગ છે, સૌએ સમાજમાં મનોવૈજ્ઞાનિક અસર પડે નહીં માટે સમજણ વિકસાવવાની જરૂર ખરેખર ઊભી થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.