ETV Bharat / city

ભાવનગરમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી: ગરમીથી મળી રાહત - bhavnagar district rain

ભાવનગર શહેર અને જિલ્લામાં 1 જૂને આવેલા વરસાદ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. ગઈકાલ સાંજથી આવેલા વરસાદથી લોકોને બફારા અને ગરમીથી રાહત મળી છે, એક ઇંચથી વધુ વરસાદથી લોકો આનંદિત થયા છે.

ભાવનગરમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી: ગરમીથી મળી રાહત

author img

By

Published : Jun 30, 2020, 2:42 PM IST

ભાવનગરમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણીથી ગરમીમાં રાહત

  • મોડી રાતથી બપોર સુધીમાં 14 mm જેટલો વરસાદ નોંધાયો
  • 1 જૂનથી અત્યાર સુધીમાં 252 mm વરસાદ નોંધાયો
  • જિલ્લામાં સિઝન પ્રમાણે 689 mm વરસાદની જરૂરિયાત
    ભાવનગરમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી: ગરમીથી મળી રાહત

ભાવનગરઃ શહેરમાં ગઈકાલ સાંજથી આવેલા વાતાવરણના પલટાને પગલે બફારા અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે. જિલ્લામાં 1 જૂન આસપાસ આવેલા વરસાદ બાદ વરસાદ થંભી ગયો હતો. તેથી ફરી વખત લોકોએ બફારા અને ગરમીના દિવસો વિતાવવાની ફરજ પડી હતી. જો કે ગઈકાલ સાંજથી ભાવનાગરમાં મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. ગઈકાલ સાંજે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે કાળિયાબીડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યા બાદ રાત્રે ફરી મેઘરાજાની સવારી નીકળી હતી. રાત્રે પણ ધોધમાર વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેર અને જિલ્લામાં આવેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે, ગઈકાલ બાદ આજે પણ મેઘરાજાની સવારી મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે.

શહેરમાં ગઈકાલથી આજ બપોર સુધીમાં એક જેવો વરસાદ નોંધાઇ ચુક્યો છે. મોડી રાતથી બપોર સુધીમાં 14 mm જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં પણ દરિયાકાંઠે સારો એવો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સિઝન પ્રમાણે 689 mm વરસાદની જરૂરિયાત હોય છે, ત્યારે 1 જૂનથી શરૂ થયેલો વરસાદ હાલ 252 mm સુધી નોંધાઇ ચુક્યો છે. તેમજ લોકોને આશા છે કે, આગામી સીઝનમાં પણ વર્ષનો પૂરો વરસાદ નોંધાય તો પાણીની સમસ્યા ઉભી થાય નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.