ભાવનગરઃ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા 4000ને પાર પહોંચી છે. જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યો છે. ભાવનગરમાં ગુરૂવારના રોજ 46 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં હાલ કોરોનાના 4230 કેસ નોંધાયા છે.
જિલ્લામાં કોરોનાના દિવસમાં 20 થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં સતત કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં ચિંતા અને ભય જોવા મળી રહ્યો છે.
શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. ગુરૂવારે સાંજ સુધીમાં 46 કેસ નોંધાઈ ચુક્યા હતા. જો કે, શહેરમાં ઘટતા આંકડા પાછળ લોકો તંત્ર સામે ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહી કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.
શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. હાલ 4230 કેસ આજદિન સુધી નોંધાઈ ચૂક્યા છે, ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે.
ભાવનગરમાં આજદિન સુધીમાં 3741 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 66 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 416 દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.