અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ તેરાપંથ ભવન ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના મહિલાઓ એકત્રિત થયા હતાં, જે બાદ મહિલાઓ દ્વારા વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને સશક્તિકરણનો સંદેશ પણ આપ્યો હતો. આ રેલીની શરૂઆત અમદાવાદમાં મેયર બીજલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ રેલીમાં સૌથી આગળ યુવતીઓ હતી જે બાઇક પર સવાર હતી તે બાદ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. આ રેલી ગાંધી આશ્રમ સુધી જઈને પરત આવી હતી. આ રેલી યોજવાનો ઉદેશ નારી શક્તિ બતાવવાનો હતો.