- મહિલા તબીબે રિસર્ચ સેન્ટરમાં ડેટા કર્યો ચોરી
- અંગત સ્વાર્થ માટે કરી ચોરી
- આનંદનગર પોલીસે તબીબ સામે નોંધ્યો ગુનો
અમદાવાદ: મણિનગરમાં રહેતા ડો. હેત દેસાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ એક ભાગીદારી પેઢી ચલાવે છે.જેના માટે સોશિયલ મીડિયા માટે લોકોનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પેઢીમાં CEO તરીકે ડો. સુનીતા પટેલને રાખવામાં આવ્યા હતા. જેમાં તેમને બાહેધરી આપી હતી કે, પેઢીના કોઈ પણ વસ્તુનો તેઓ પોતાના કે અન્ય માટે ઉપયોગ કરી શકશે નહીં તેમ છતાં તેમણે અલગ કંપની ખોલી પેઢીની વસ્તુઓનો ઉપયોગ કર્યો છે.
ડોકટર વિરુદ્ધ શા માટે નોધાઈ ફરિયાદ ?
ડોકટર સુનિતા પટેલે વી કેર નામની અલગ કંપની બનાવી અને અગાઉની પેઢીના ડેટા, સોશિયલ મીડિયા એકાઉન્ટ, લોગો અને એડ્રેસ દુરુપયોગ કર્યો હતો. તેમના પોતાના માટે પણ પેઢીની કોઈ વસ્તુનો ઉપયોગના કરી શકે તેમ છતાં ઉપયોગ કરતા ડૉ. હેત દેસાઇએ ફરિયાદ નોધાવી છે. આનંદનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.