અમદાવાદઃ હવામાન ખાતાની આગાહી (Weather forecast) પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ (Monsoon Gujarat 2022) પડવાની સંભાવના છે. હવામાન ખાતાએ જારી કરેલા વેધર મેપ પ્રમાણે ગુજરાતના ( Heavy to very Heavy Rain in Gujarat ) કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો નજારો (Weather forecast in Saurashtra) આગામી 24 કલાકમાં સર્જાશે.
આ પણ વાંચોઃ અચાનક જૂનાગઢના વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદનું આગમન
ક્યાં પડી શકે વરસાદ- આગામી 24 કલાકમાં ગુજરાતના રાજકોટ, (Weather forecast in Saurashtra) સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે ( Heavy to very Heavy Rain in Gujarat ) વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહીને (Weather forecast) લઇને વેધર વોચ ગ્રુપના અધિકારીઓએ જે તે જિલ્લાના પ્રશાસનિક અધિકારીઓને એલર્ટ મોડમાં સજાગ રહી પરિસ્થિતિ પર નજર રાખવા અને બચાવ તથા રાહતકાર્ય અંગે તેમ જ સ્થળાંતરની સ્થિતિ (Weather Tomorrow) સર્જાય તે માટે તમામ તૈયારીઓ કરવાનું આયોજન કરવામાં (Weather Update) આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ 6 inch Rain in Banaskantha : થરાદમાં સૌથી વધુ 6 ઇંચ સહિત રાજ્યમાં આટલા તાલુકાઓમાં સારો વરસાદ
ગત માસમાં પડ્યો હતો ભારે વરસાદ - નોંધનીય છે કે કે ગત જુલાઇ માસમાં બીજા ત્રીજા સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદનો માહોલ બન્યો હતો. જેમાં ખાસ કરીને નવસારી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ બની હતી. જેનાથી માર્ગ પરિવહન પ્રભાવિત થયું હતું જે હજુ પણ પૂર્વવત થઇ શક્યું નથી. જોકે હવામાન ખાતાની આજની આગાહી (Weather forecast) પ્રમાણે સૌરાષ્ટ્ર રીજયનમાં વધુ ભારે વરસાદ ( Heavy to very Heavy Rain in Gujarat ) પડી શકે છે.