ETV Bharat / city

જળમાર્ગનો વિકાસઃ 6 આંતરરાષ્ટ્રીય રૂટ પર રો રો ફેરી સર્વિસ શરૂ થશે

author img

By

Published : Dec 28, 2020, 4:44 PM IST

Updated : Dec 28, 2020, 5:07 PM IST

ભારતના લાંબા દરિયાકિનારાનો મહત્તમ ઉપયોગ કરવા અને જળપરિવહન વધુ વેગવાન બનાવવા પર કેન્દ્ર સરકાર વધુ ભાર આપી રહી છે. તાજેતરમાં જ બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા હઝીરા, ઓખા, સોમનાથ, દિવ, પિપાવાવ દહેજ, મુંબઈ, જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુન્દ્રા અને માંડવી જેવા બંદરોની પસંદગી કરવામાં આવી છે. ત્યાં રો રો ફેરી સર્વિસ શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. જેને કારણે પર્યટન સ્થળોનો વિકાસ થશે અને ધંધાર્થીઓને ફાયદો થશે.

જળમાર્ગનો વિકાસ
જળમાર્ગનો વિકાસ
  • ભારતના લાંબા દરિયાકિનારોનો મહત્તમ ઉપયોગ કરાશે
  • વધુ રો રો ફેરી સર્વિસનો પ્રારંભ કરાશે
  • પર્યટન સ્થળોનો વિકાસ થશે અને વધુ પ્રવાસીઓ આવશે

અમદાવાદ : કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય(MOPSW)એ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત દરિયાઈ માર્ગે જહાજ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સતત કામગીરી કરી છે. સાગરમાલા કાર્યક્રમ મંત્રાલયનો ઉદ્દેશ ભારતના 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારાનો ઉપયોગ કરી અને સંભવિત જળમાર્ગોનો લાભ લઈને દેશમાં બંદર સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

જળમાર્ગનો વિકાસ
ભારતના લાંબા દરિયાકિનારોનો મહત્તમ ઉપયોગ કરાશે

રો રો ફેરી સર્વિસ માટે 6 આંતરરાષ્ટ્રીય રૂટની પસંદગી

MOPSWએ હઝીરા, ઓખા, સોમનાથ મંદિર, દિવ, પિપાવાવ, દહેજ, મુંબઈ/જેએનપીટી, જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુન્દ્રા અને માંડવી જેવા સ્થાન બંદરોની પસંદગી કરી છે તથા ચટ્ટોગ્રામ (બાંગ્લાદેશ), સેશીલ્સ(પૂર્વ આફ્રિકા), મડાગાસ્કર(પૂર્વ આફ્રિકા) અને જાફના(શ્રીલંકા) એમ 4 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડવા ભારતીય મુખ્ય દરિયાઈ શહેરોમાંથી 6 આંતરરાષ્ટ્રીય રુટની પસંદગી કરી છે, જેનો આશય દરિયાકિનારે સ્થિત ભારતના મુખ્ય શહેરોમાંથી આંતરિક જળમાર્ગ દ્વારા ફેરી સેવાઓની શરૂઆત કરવાનો છે.

સાગરમાલા ડેવલપમેન્ટ કંપનીએ રો રોનું સંચાલન કરતી કંપનીઓને સુવિધા આપશે

સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ(SDCL) દ્વારા MoPSW સમગ્ર દેશમાં વિવિધ રુટો પર રો-રો, રો-પેક્સ અને ફેરી સેવાઓનું સંચાલન કરવા કંપનીઓને સુવિધા આપવાનો છે તથા પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય બનાવવા જરૂરી ટેકો પ્રદાન કરવાનો છે.

જળમાર્ગનો વિકાસ
હઝીરા, પીપાવાવ, દીવ, ઓખા, સોમનાથ, ગોવા અને મુન્દ્રા સહિત 6 આંતરરાષ્ટ્રીય રૂટ પર રો રો ફેરી સર્વિસ શરૂ થશે

ઘોધા અને હઝીરા વચ્ચે રોપેક્સ જહાજ ફેરી સર્વિસ સફળ રહી

MOPSWએ તાજેતરમાં હઝીરા અને ઘોઘા વચ્ચે રોપેક્સ જહાજ ફેરી સર્વિસ શરૂ કરીને આ પ્રકારની ફેરી રુટ પૈકીના એક રુટનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. આ ફેરી સેવાથી ઘોઘા અને હઝીરા વચ્ચેનું 370 કિલોમીટરનું અંતર ઘટીને 90 કિલોમીટર થયું છે, તેમજ પ્રવાસનો સમય 10થી 12 કલાકથી ઘટીને આશરે 5 કલાક થયો છે, પરિણામે ઇંધણની મોટા પાયે બચત થશે (દરરોજ અંદાજે 9000 લિટર).

ખાનગી ઓપરેટરોને રૂટની પસંદગી કરવા પ્રોત્સાહન અપાશે

ઉપરોક્ત વ્યાવસાયિક મોડલની સફળતાનું પુનરાવર્તન કરવા MoPSW હવે ખાનગી ઓપરેટરને આ રુટોની પસંદગી કરવા પ્રોત્સાહન આપે છે, જે દરિયાઈ/આંતરિક જળમાર્ગ દ્વારા પરિવહનના પૂરક અને ટકાઉ પદ્ધતિને પ્રોત્સાહન આપીને સ્થાનિક માગને આધારે રો-રો, રો-પેક્સ ફેરી સેવા શરૂ કરવાની સંભવિતતા પૂરી પાડે છે.

રો રો ફેરી સર્વિસ અને રો પેક્સના ફાયદા

  • પરિવહનની પૂરક પદ્ધતિ ઊભી કરવી, જે દરરોજ અવરજવર કરતાં લોકો, પ્રવાસીઓની અવરજવર અને કાર્ગો પરિવહન માટે લાભદાયક હોવાની સાથે રેલ અને રોડમાંથી પરિવહનની પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ તરફ અગ્રેસર થઈને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ છે.
  • પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો
  • દરિયાકિનારાના વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન કરવાનો
  • વપરાશકર્તાઓ માટે ખર્ચ અને સમય એમ બંનેની બચત કરવાનો
  • રોડ અને રેલ નેટવર્ક પર ગીચતા ઘટાડવાનો

સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ એસપીવી (સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ) માળખામાં, જો જરૂર પડે તો, પ્રોજેક્ટને ઇક્વિટી પ્રદાન કરીને ટેકો આપશે તથા ખાનગી ઓપરેટરને અન્ય સહાય અને સુવિધાઓ પ્રદાન કરશે.

Last Updated : Dec 28, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.