અમદાવાદ: શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલનું પણ આજે બજેટ (VS Hospital Budget) રજુ કરવામાં આવ્યું હતુ, જેમાં 17949.31 લાખ અમદાવાદ કોર્પોરેશન પાસેથી અને રાજ્ય સરકાર પાસેથી 200 લાખ ફાળવણી કરવામાં આવી છે. વી.એસ.હોસ્પિટલમાં દર્દીઓને સુપર સ્પેશિયાલિટીની સેવાઓ મળી રહે તે માટે 300 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ બનાવવામાં (development of VS Hospital) આવશે તેમા જ નવી મેડિકલ કોલેજ શરુ કરવામાં આવશે. વી.એસ.હોસ્પિટલ નવા આધુનિક સાધનોની ખરીદી કરવા માટે 462 લાખની ફાળવણી કરવામાં આવી છે.
અમદાવાદ વી.એસ.હોસ્પિટલનુ બજેટ
અમદાવાદ વી.એસ.હોસ્પિટલનુ બજેટ આજરોજ રજુ કરવામાં આવ્યું, જેમાં અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad corporation) દ્વારા 17949.31 લાખ અને રાજ્ય સરકાર પાસેથી 200 લાખની ફાળવણી કરવામાં આવી છે. વી.એસ.હોસ્પિટલમાં પ્રસુતિ ગૃહની સેવાઓનો લાભ મળી રહે તે માટે હોસ્પિટલની આપીડી. આઇ.પી.પી, લેબોરેટરી જેવી વધારાની અનેક સેવા શરુ કરવા માટે રુપિયા 200 લાખની ફાળવણી કરવામાં આવી છે. વી.એસ.હોસ્પિટલની સેવાને લગતી માહિતી જનતા સુધી પહોંચે તે માટે 50 લાખની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: SMC budget 2022: સુરત મનપાનું 6970 કરોડનું બજેટ, સામાન્ય વેરામાં કોઈ ફેરફાર નહીં, યુઝર્સ ચાર્જમાં વધારો
વી.એસ. હોસ્પિટલની નવી બિલ્ડીંગ બનશે
અમદાવાદમાં વી.એસ.હોસ્પિટલમાં નવું બિલ્ડીંગ ઉભુ કરવામાં આવશે, જેમાં તબીબી સ્પેશ્યાલીટી સુપર સ્પેશ્યાલીટી, સુપ્રામેજર-મેજર-માઇનોર ઓપરેશન, સ્પેશ્યલ-સેમી સ્પેશ્યલ-જનરલ વોર્ડ, લેબોરેટરી, રેડિયોલોજીની વધુ સારી સુવિધા સગવડ અને પી.જી.ડિપ્લોમાં કોર્સીસ શરૂ કરવા માટે 300 લાખની ફાળવણી કરવામાં આવી છે. વી.એસ.હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં મેડિકલ કોલેજ (VS hospital medical hospital) પણ શરુ કરવાનો નિર્ણય કર્યો છે, પ્રસુતિ ગૃહમાં સીટી સ્કેન તેમજ એમ.આર.આઇ જેવી રેડિયોલોજીની સેવાઓ કરાવવા ખાનગી ક્ષેત્રની સેવાઓની સંસ્થાઓનો સહયોગ પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રમત-ગમતના ખેલાડી માટે ફિઝિયોથેરાપીસ્ટ ટ્રોમા સેન્ટર ઉભુ કરાશે
નરેન્દ્રમોદી દ્વારા ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પોર્ટસ ઇવેન્ટ યોજવામાં આવશે. જેમાં પ્રતિભાશાળી ખેલાડીઓને તક અને તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે છે. તેમને રમત દરમિયાન થતી નાની મોટી કે કોઇ ગંભીર ઇજા હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે ઓર્થોપેડિક, પેઇન મેનેજમેન્ટ એક્ષપર્ટ તેમજ નિષ્ણાંત ફિઝિયોથેરાપીસ્ટની સેવાઓ ટ્રોમા સેન્ટરમાં ઉભી કરવામાં આવશે. કોઇ પણ પ્રકારના ચેપી થતો રોગ ધટાડી શકાય તે માટે નિયોનેટલ રેટ ધટે તે માટે TCBના બે મશીન ખરીદવા માટે 3 લાખ ગ્રેસ્ટ્રોએન્ટ્રોલોજી વિભાગનું આધુનિકરણ માટે 30 લાખ પેથોલોજી વિભાગનું આધુનિકરણ માટે 17 લાખ નવા પેઇન મેનેજમેન્ટ વિભાગનું આધુનિકરણ કરવા માટે 89 લાખ તેમજ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના સાધનોની ખરીદી કરવા માટે કુલ 462 લાખની ફાળવણી કરવામાં આવી છે.