અમદાવાદઃ VGGS 2022 આગામી વર્ષે યોજાવા જઇ રહી છે. જેમાં સ્થાનિક ચીજો ગ્લોબલ બને, MSME સેકટર (MSME Sector Of Gujarat) એક્સપોર્ટલક્ષી બને તે મુદ્દે એક્સપોર્ટ કરતા વેપારીઓ સાથે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Meets Industrialist ) અને MSME સેક્ટરના પ્રધાન જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રિ-સમીટનું આયોજન કરાયું (Vibrant Gujarat 2022 Pre-Summit ) હતું.
વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત 2013 માં થઇ
MSME સેક્ટરના પ્રધાન જગદીશ વિશ્વકર્માએ (MSME Sector Of Gujarat) જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ 2013 માં શરૂ થઇ હતી. ગુજરાતના 20 સ્પેશિયલ ઇકોનોમી ઝોન થકી જુદી-જુદી 160 વસ્તુઓની 1.27 લાખ કરોડની નિકાસ કરે છે. પહેલા ગુજરાતમાં 138 હેકટરમાં GIDC હતી, તે વધીને 45 હજાર હેકટરમાં થઈ છે.
આ પણ વાંચોઃ Business News: નવેમ્બરમાં નિકાસ 26 ટકા વધીને 29.88 અબજ ડોલરે પહોંચી, આયાતમાં 57 ટકાનો ઉછાળો
ગુજરાતની ચીજોને GI ટેગ આપી ગ્લોબલ બનાવાઈ
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Vibrant Gujarat 2022 Pre-Summit ) જણાવ્યું હતું કે, ફાર્માસ્યૂટિકલ્સ, એગ્રો કેમિકલ્સ, પ્લાસ્ટિકની કાચી સામગ્રી, કાપડ,જેમ્સ અને જ્વેલરી, ઓર્ગેનિક કેમિકલ્સ, ડાઈ, સિરામિક વગેરેની નિકાસમાં ગુજરાત મોખરે હોવાનું જણાવી પાટણના પટોળા, કચ્છની એંબ્રોઇડરી, સંખેડાનું ફર્નીચર, જામનગરની બાંધણી જેવા પરંપરાગત ઉત્પાદનોને જી.આઇ. ટેગ અપાવી તેના એક્સપોર્ટમા (Gujarat Government export goal) પણ ગુજરાત સફળ રહ્યુ છે.
દેશના કુલ એક્સપોર્ટમાં ગુજરાતનો ફાળો 30 ટકા
મુખ્યપ્રધાને (Vibrant Gujarat 2022 Pre-Summit ) જણાવ્યું હતું કે, દેશના કુલ એક્સપોર્ટમાં 30 ટકાના યોગદાન સાથે ગુજરાત અગ્રેસર છે. ગુજરાત કાર્ગો હેન્ડલીંગ અને લીડ્સ ઇન્ડેક્સ અને એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં મોખરે છે. પેરિશેબલ ગુડ્સ એક્સપોર્ટ કરવાની સુવિધાયુકત 10 એર ફ્રેઇટ ટર્મિનલ ઉપરાંત રોડ, રેલ્વે, એર-વે અને વોટર-વે કનેક્ટીવીટી સાથે ગુજરાત વિશ્વના બજારો સુધી પહોચવા માટેનું ગેટ-વે (MSME Sector Of Gujarat) બની શકે તેમ છે.
કોરોનાકાળમાં સેફટી વસ્તુઓની નિકાસ કરાઈ
મુખ્યપ્રધાને (Vibrant Gujarat 2022 Pre-Summit ) જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી પહેલા દેશમાં 33 હજાર N-95માસ્ક અને 4.25 લાખ પી.પી.ઇ. કીટનું ઉત્પાદન થતું હોવાનું જણાવી આત્મનિર્ભરની નેમ થકી આજે 50 લાખથી વધુ પી.પી.ઇ. કીટ દર મહિને વિદેશમાં નિકાસ (Gujarat Government export goal) થઇ હતી.
આ પણ વાંચોઃ Piyush Goyal on Export: ભારત આ વર્ષે 400 અબજ ડોલરના નિકાસ લક્ષ્યને હાંસલ કરશે
ગુજરાતમાં 30 હજાર નિકાસ યુનિટ
ગુજરાતમાં આજે 30,000 નિકાસ યુનિટ (MSME Sector Of Gujarat) કાર્યરત હોવાનું કહ્યું હતું. સમગ્ર વિશ્વમાં નિકાસ (Gujarat Government export goal) થતા ઇસબગુલમાંથી 85 ટકા ગુજરાતમાંથી થાય છે. રાજ્યમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કાર્યરત થયા બાદ ટ્રાન્સપોર્ટીંગ કોસ્ટમાં ઘટાડો થયો છે.