અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઈને ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યો છે. 12-13 દિવસ બાદ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન મોદી (PM Modi Gujarat Visit) એક દિવસની માટે આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ અને નવસારીના ચીખલીની (PM Modi Chikhli visit) મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, ચુંટણી માંથે આવી રહી છે તે માટે વડાપ્રધાન લોકો વચ્ચે જઈને પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.
આ પણ વાંચો : Purnesh Modi visiting Kutch : કચ્છ જિલ્લામાં આજે કેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજન થયાં જાણો
પાણી પહોંચાડવા માટે કરોડોનો ખર્ચ - ગત 28 મી મેના રોજ મોદીએ રાજકોટના આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધન કર્યું હતું. હવે 10 મી જૂને તેઓ ફરી એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દિવસે તેઓ અમદાવાદ ખાતે ઇસરોની મુલાકાત લેશે. ઇસરોમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ નવસારીના ચિખલીમાં આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેના 850 કરોડના ખર્ચે તૈયાર થયેલા એસ્ટેલ પ્રોજેક્ટનું (Inauguration Projects by PM Modi) લોકાર્પણ કરશે. આદિવાસી વિસ્તારોમાં પાણી લિફ્ટ કરીને આદિવાસી ડુંગરાળ વિસ્તારોને પાણી પહોંચાડવા માટેનો આ મહત્વનો પ્રોજેક્ટ છે. વડાપ્રધાન મોદી અહીં જાહેર સભાને સંબોધન પણ કરશે.
આ પણ વાંચો : પૂર્ણેશ મોદીનું નિવેદન : 1965માં યુદ્ધ બાદ કોંગ્રેસ ભારતનો સરક્રિક વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવા માંગતી હતી
પાણી પહોંચાડવા માટે કરોડોનો ખર્ચ - સેટેલાઈટ સ્થિત ઈસરો સેકનું નવું કેમ્પસ ઉત્તર બોપલમાં વિસ્તારવામાં આવ્યું છે. આ કેમ્પસમાં જુદા જુદા બિલ્ડિંગ અને લેબોરેટરી ઉભા કરવામાં આવ્યા છે. જેનું ઉદ્દઘાટન આગામી 10 મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi visit ISRO) હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યુ છે કે તેમની સાથે PMOના સેક્રેટરી પણ આવવાના છે. વડાપ્રધાન બધા બિલ્ડિંગની મુલાકાત ના લઈ શકે જેથી તેમને દરેક બિલ્ડિંગમાં શું કામ થવાનું છે. તે અંગેની એક ફિલ્મ પણ બતાવવામાં આવશે, ત્યારબાદ સેક્રેટરી દરેક બિલ્ડિંગની વિઝિટ કરશે. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ અગાઉ 6 જૂને કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. પરંતુ, હવે વડાપ્રધાનની મુલાકાત 10 મી જૂન પર જતા ઈસરોના કાર્યક્રમમાં પણ ફેરફાર થયો છે.