ETV Bharat / city

Union Budget analysis 2022 : જાણો બજેટમાં શું નવું છે? વિકાસ માટે બૂસ્ટર ડોઝ છે? - ગુજરાતના રિવર લિન્કિંગ પ્રોજેક્ટ

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટને ભારતના 25 વર્ષના વિકાસની બ્લૂ પ્રિન્ટ ગણાવી હતી. આ બજેટની મહત્વની વાતોનું ઝીણવટભર્યું (Union Budget analysis 2022 ) એનાલિસિસ જૂઓ આ વિડીયોમાં.

Union Budget analysis 2022 : જાણો બજેટમાં શું નવું છે? વિકાસ માટે બૂસ્ટર ડોઝ છે?

author img

By

Published : Feb 1, 2022, 6:23 PM IST

Updated : Feb 1, 2022, 6:30 PM IST

અમદાવાદઃ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitaraman) ચોથું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં 25 વર્ષનો રોડમેપ સહિતની બ્લૂપ્રિન્ટ છે અને વિકાસના કામોને ગતિ આપે તેવી દરખાસ્ત (Union budget proposals) છે. શું છે એવું આ બજેટમાં કે જેનાથી દેશનો વિકાસ વધુ ઝડપી થશે? આ મોદીના બજેટમાં શું છે નવું? કે જેનાથી દેશનો આર્થિક વિકાસ વધુ તેજ થાય? બજેટ અંગે (Union Budget analysis 2022 )ચર્ચા કરી રહ્યા છે ETV Bharatના વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલ અને બ્યૂરો ચીફ ભરત પંચાલ.

કેન્દ્રીય બજેટની મહત્ત્વની બાબતો અંગે વિચારણા

નવા બોજા વગરનું બજેટ

નાણાંપ્રધાને પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા નવા બોજા વગરનું (Union Budget analysis 2022 )બજેટ રજૂ કર્યું છે. પણ આ બજેટમાં અનેક નવી દરખાસ્તો છે. ડિજિટલ પર વધુ ભાર આપ્યો છે, આત્મનિર્ભર ભારત, મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ પર વધુ ફોક્સ કર્યું છે. ઈન્ફ્રાસ્ટ્રકચર, રેલવેનું નવીનીકરણ, ખેતીવાડી ક્ષેત્રે, ગ્રામ્ય વિસ્તારોમાં સુધારા સહિતની દરખાસ્તો છે. આપણે બજેટ 2022-23ની જોગવાઈઓ (Union budget proposals) જોઇએ.

પ્રશ્ન-1 આ બજેટમાં નવું શું છે?

જવાબ- કોરોના મહામારીમાં ત્રીજી લહેર ચાલુ છે, તે દરમિયાન કેન્દ્રનું બજેટ રજૂ થયું છે. સરકારને માથે અનેક જવાબદારી હોવા છતાં બજેટમાં નાણાંપ્રધાને અનેક નવી દરખાસ્તો (Union Budget analysis 2022 )કરીને 25 વર્ષની બ્લૂપ્રિન્ટ આપી દીધી છે.

- ટેક્સની ગણતરીમાં ભૂલ થઈ હોય તો કરદાતા સુધારેલું આવકવેરાનું રીર્ટન બે વર્ષ સુધીમાં ફાઈલ કરી શકે છે

- વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી સાથે રેલવે નેટવર્કમાં સુધારા કરાશે

- નેચરલ ફાર્મિંગ(પ્રાકૃતિક ખેતી) પર ભાર અપાયો છે

- 2022માં ઈ-પાસપોર્ટ સુવિધા ઉપલબ્ધ થશે. ઈલેક્ટ્રોનિક ચિપ્સવાળા પાસપોર્ટથી વિદેશી યાત્રિકોની સુવિધામાં વધારો થશે

- ઈ વ્હીકલનો વ્યાપ વધે તે માટે બેટરી સ્વેપીંગ પૉલીસી લવાશે (બેટરીની અદલાબદલી)

- 5 જી સ્પેક્ટ્રમની હરાજી થશે

- શહેરમાં જે સ્પીડે નેટ સુવિધા છે તેવી ઝડપી સુવિધા ગામડામાં પૂરી પડાશે

- ગામડાઓમાં ઓપ્ટિકલ ફાયબર પથરાય અને તે 2025માં પુરુ કરી દેવાનું લક્ષ્ય

- 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન દોડાવાશે

- 100 જેટલા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ ઉભા કરાશે

- ભારત સરકાર પોતાની ક્રિપ્ટો કરન્સી લાવશે (ડિજિટલ કરન્સી)

- ખેતીવાડીમાં ડ્રોનના ઉપયોગને વ્યાપક બનાવાશે

- સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા પર ભાર અપાયો છે, ધીમેધીમે આયાત ઘટાડાશે

- 1.50 લાખ જેટલી પોસ્ટ ઓફિસને 100 બેકિંગ સીસ્ટમ સાથે જોડી દેવાશે

પ્રશ્ન-2 આ બજેટમાં આવકવેરા, કસ્ટમ ડયૂટી અને એકસાઈઝ ડ્યૂટીમાં શું રાહત અપાઈ છે?

જવાબ- સૌપ્રથમ તો આવકવેરાના માળખામાં કોઈ જ ફેરફાર કરાયો નથી, જેનાથી પગારદાર વર્ગ નારાજ થયો છે.

કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે, કોઓપરેટિવ સોસાયટી પરનો ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. તેમજ કોઓપરેટિવ સોસાયટીઓના ટેક્સ પરનો સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરાયો છે. ઈન્કમ બેઝ 1 કરોડથી વધારીને 10 કરોડ કરાયો છે. એલઆઈસીનો આઈપીઓ આવશે. રાજ્યોને 50 વર્ષ માટે એક લાખ કરોડની વગર વ્યાજની લોન મળશે. કટ એન્ડ પોલીશ્ડ હીરા પરની કસ્ટમ ડયૂટી ઘટાડીને 5 ટકા કરી છે.

પ્રશ્ન-3 આ બજેટમાં ગુજરાત માટે શું જાહેરાત છે?

જવાબ- આ બજેટમાં ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (GIFT International Arbitration Center) ઉભું કરાશે, જેમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વિવાદનો ઉકેલ લવાશે. તેમજ ગુજરાતની ત્રણ નદી દમણગંગા, તાપી, નર્મદા લિન્ક (River Linking Project Of Gujarat) કરાશે. તેનાથી પીવાનું પાણી અને સિંચાઈ માટે ફાયદો થશે. આ ઉપરાંત ભારતની ગોદાવરી અને કૃષ્ણા નદીને જોડાશે.

પ્રશ્ન-4 શું આ બજેટ દેશના વિકાસને ગતિ આપશે?

જવાબ- નાણાંપ્રધાન નિર્મલા સીતારમને ગ્રોથ ઓરિયેન્ટેડ બજેટ રજૂ કર્યું છે. હા, બજેટ સ્પીચમાં તેમણે કયાંય 5 ટ્રિલિયન ઈકોનોમીની વાત ઉચ્ચારી નથી. ભારત છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીમાં સપડાયું છે. લોકડાઉનને કારણે આર્થિક વિકાસ પર વિપરીત અસર પડી છે. સરકારની આવક પણ ઘટી હતી. તેમ છતાં સરકારે કોઈપણ વધારાનો બોજો (Budget 2022 - 23) લાદ્યો નથી. ઉલ્ટાનું ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર સ્પેન્ડિંગ વધાર્યું છે. ડિજિટલ ભારતનું સ્વપ્ન જોયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 9.27 ટકા આવશે તેવી મજબૂત ધારણા રજૂ કરી છે. આગામી વર્ષે જીડીપી 8થી 8.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે પણ કોઈ લોભામણી જાહેરાત નથી. માત્ર નક્કર (Union Budget analysis 2022 ) રજૂઆતો કરી છે. આ બજેટ બુસ્ટર બજેટ (Indian Economy Growth) સાબિત થશે, તેમ હાલ પ્રારંભિક તબક્કે લાગી રહ્યું છે.

Last Updated : Feb 1, 2022, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.