24 ઓકટોબર 2019ના રોજ અમદાવાદથી જતી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નંબર 12915, દિલ્હી જતી ટ્રેનના જનરલ કોચના ધસારાના આ દ્રશ્યો છે. 16 કલાકની મુસાફરી, પ્રાણી કરતા પણ ખરાબ હાલતમાં મુસાફરો સામાન્ય કોચના આ ત્રણ કોચમાં દિલ્હી સુધી મુસાફરી કરશે. બાકી આવી તો ઘણી ટ્રેનોમાં તો 30 થી 40 કલાક પ્રવાસ કરવો પડે છે.આનાથી પણ ખરાબ બાબત એ છે કે,
અમદાવાદ જંકશનથી ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, ઓરિસા, બંગાળ તરફ જતી આ ટ્રેનો માં 12833, 12844, 14312, 12947, 12547, 15560, 15667, 19401, 19407, 19409, 19269, 19422, 19165, 19167 સામાન્ય અને સ્લીપર કોચ મુસાફરોની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આ સ્થિતિ છે.
આ દિવાળી સિઝનમાં ગરીબ મુસાફરો ઘણીવાર મજબૂરી હેઠળ ટોયલેટમાં બેસી મુસાફરી કરે છે. ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને તેજસ ટ્રેનની જરૂર નહીં પરંતુ આ બધી ટ્રેનોમાં કન્ફર્મ રિઝર્વેશનની જરૂર છે.