- દિલ્હી દરવાજાના જોગમાયા મંદિરની 100 વર્ષ જૂની પરંપરા
- નવરાત્રીની પાંચમે દીવા પ્રગટાવવામાં આવે છે
- 1008 દીવાથી મંદિરનું પ્રાંગણ ઝગમગી ઉઠ્યું
અમદાવાદઃ શહેરના દિલ્હી દરવાજાથી દૂધેશ્વર તરફ જતાં માર્ગ પર માધુપુરા નજીક આવેલા લીમડા ચોકમાં નવરાત્રીના પાંચમા દિવસે 1008 દીવડાં પ્રગટાવવામાં આવ્યાં હતાં. સો વર્ષ કરતાં જૂના જોગમાયા મંદિરમાં સ્થાનિક લોકોએ દીવા દ્વારા મા, ઓમ, ત્રિશૂળ, કુંભ જેવા આકાર તૈયાર કરવામાં આવ્યાં હતાં. જોગમાયા મંદિરના મુખ્ય સેવક ગોવિંદ ઠાકોર કહે છે કે, અમારા વડવાઓની માતાજી સમક્ષ પાંચમના દિવસે દીવા કરવાની પરંપરા છે. આ વર્ષે 1008 દીવડાં પ્રગટાવી માતાજીને પ્રાર્થના કરી છે કે જગતમાંથી કોરોનારૂપે આવેલી મહામારીને નાબૂદ કરી સૌની રક્ષા કરે.દીવા દ્વારા મા, ઓમ, ત્રિશૂળ, કુંભ જેવા આકાર તૈયાર કરવામાં આવ્યાં હતાં
- નાગરિકોએ સ્વયં શિસ્ત જાળવી
કોરોનાની મહામારીના પગલે આ વર્ષે ઉત્સવો, તહેવારોની ઉજવણીમાં ઉમંગ નથી. મોટેભાગે લોકો એ સ્વયં શિસ્ત જાળવી સરકારની ગાઇડલાઇન મુજબ જ કાર્યો કર્યા છે. નવરાત્રિ મહોત્સવની મોટા પાયે ઉજવણી આયોજનની જગ્યાએ ફક્ત પરંપરાગત પૂજા આરતી અને અનુષ્ઠાન થતાં જોવા મળી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પણ જોગમાયા મંદિરમાં પણ 1008 દીવાને જુદા-જુદા આકારમાં મુકી પરંપરાગત પૂજા કરી હતી.