- મનપાએ બીયુ પરમિશન ન હોય તેવા એકમોને કર્યા સીલ
- એકમ સીલ થતા વેપારીઓમાં રોષ
- વેપારીઓ કમાવું શું અને ખાવું શું તેની મૂંઝવણમાં
અમદાવાદઃ અમદાવાદ મનપાએ યશ કોમ્પ્લેક્સને સીલ કરી દેતા કોમ્પલેક્સમાં મ્યૂઝિક એકેડમી ચલાવતા જોએન ક્રિશ્ચને પોતાના વિદ્યાર્થીઓને રસ્તા ઉપર બેસાડી મ્યૂઝિક પ્રેક્ટિસ કરાવી હતી.અહીં મહત્વનું છે કે હાલ કોરોનાના કારણે જોએન ક્રિશ્ચન ક્લાસ ચલાવતા નથી પરંતુ તેઓ અને તેમના વિદ્યાર્થીઓ મફતમાં કોરોનાના દર્દીઓને મ્યૂઝિક થેરાપી આપવા સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સાથે પ્રેક્ટિસ કરતા હોય છે. પરંતુ મનપાએ એકાએક વહેલી સવારે પાંચ વાગ્યે કોમ્પ્લેક્સ સીલ કરી દેતા તેમણે પોતાની પ્રેક્ટિસ પડતી મૂકવી પડી હતી. અહી ETV તેમણે જણાવ્યું હતું કે તેમના કોમ્પ્લેકસની બાજુમાં અન્ય બે કોમ્પ્લેક્સ પણ ગેરકાયદે છે પરંતુ મનપાએ તેની સામે કોઈ એકશન લીધાં નથી. જો મનપા કાયદાનું પાલન જ કરાવતી હોય તો તમામને સરખો કાયદો લાગુ પાડવો જોઈએ. જોકે આ સામે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી નારણભાઈ પરમારે જણાવ્યું હતું કે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે. અને આ પ્રકારની કામગીરીમાં એકમને સીલ કરાતા અન્ય એકમને સીલ કેમ નથી કરવામાં આવ્યા તેવા પ્રશ્નો સામાન્ય રીતે લોકો ઉઠાવતા હોય છે.
આ પણ વાંચોઃ ETV IMPACT - વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ હવે કોરોના વેક્સિન માટે નહીં અટવાય, કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય : મુખ્યપ્રધાન રૂપાણી
વેપારીઓમાં મનપા સામે રોષ
યશ કોમ્પલેક્સ વિભાગ-1 અને વિભાગ 2 માં થઇ કુલ 40 જેટલા એકમોને સીલ કરી દેવાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમનું કહેવું છે કે હાલ માત્ર ૩ વાગ્યા સુધી જ વેપાર કરવાની મંજૂરી છે. એવામાં કોમ્પલેક્સ કરી દેવાતા તેમણે કમાવું શું અને ખાવું શું? આ ઉપરાંત વેપારીઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે બિલ્ડર અને સરકાર આટલા સમય સુધી ઊંઘતા કેમ હતાં? જ્યારે બિલ્ડીંગ બન્યું ત્યારે જ કેમ બીયુ પરમિશન અંગેની તપાસ કરવામાં ન આવી?
આ પણ વાંચોઃ ચા વાળાએ બેન્ક એજન્ટ સાથે મળીને ડોક્યુમેન્ટ્સનો દુરૂપયોગ કર્યો, 13.13 કરોડની ઠગાઈ થતા ધરપકડ