અમદાવાદ: ડિવિઝનલ રેલવે પ્રબંધક દિપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09089 અમદાવાદથી ગોરખપુર જતી સ્પેશિયલ ટ્રેન 1 જુલાઈ 2020થી દરરોજ 22:40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 8:00 કલાકે ગોરખપુર પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09090 ગોરખપુરથી અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ગોરખપુરથી દરરોજ સવારે 10:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 18:35 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ વિશેષ ટ્રેન બદલાયેલા સમય મુજબ બંને દિશામાં વડોદરા, સુરત, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, પ્રયાગરા, છીવકી અને વારાણસી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી અને સામાન્ય શ્રેણી (રિઝર્વ) કોચ હશે. નોંધનીય છે કે આ ટ્રેન અમદાવાદથી સુરત થઈને ચલાવામાં આવી રહી છે.