ETV Bharat / city

ગુજરાતના ગૌરવ સમાન અષાઢી બીજની જગન્નાથની યાત્રા પહેલા થયું આ ગ્રાન્ડ રિહર્સલ - અમદાવાદ પોલીસ એક્શન પ્લાન

ભગવાન જગન્નાથની યાત્રામાં દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓ ભાવ પૂર્વક જોડાય છે. જગન્નાથ મંદિર ઓડિશા(Jagannath Temple Odisha ) બાદ ભારતમાં સૌથી મોટી યાત્રા અમદાવાદ ખાતે આયોજિત થાય છે. આ જગન્નાથ યાત્રાની સુરક્ષા(Security of Jagannath Yatra) વ્યવસ્થા પણ ખૂબ ગંભીર વિષય છે. જેને લઈને તમામ વ્યવસ્થાઓને રિહર્સલ સ્વરૂપે તંત્રના ઉચ્ચ અધિકારીઓ કર્યું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ગૌરવ સમાન અષાઢી બીજની જગન્નાથની યાત્રા પહેલા થયું આ ગ્રાન્ડ રિહર્સલ

author img

By

Published : Jun 28, 2022, 8:30 PM IST

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર અમદાવાદમાં ઐતિહાસિક ક્ષણ હોય છે. વર્ષોથી યોજાતી આ રથયાત્રા અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની રહે છે. આ સમગ્ર યાત્રાની સુરક્ષા(Security of Jagannath Yatra) સુચારુ રીતે થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ કાળજી પોલીસ તંત્ર અને ખાસ કરીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી લઈ રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અને મંદિરના વ્યવસ્થાપન સમિતિ સાથે અનેક બેઠકો યોજાઈ રહી છે. સમગ્ર રથયાત્રા દરમિયાન પોલીસ સાથે CRPF, BSF ઉપરાંત બોડી વોર્ન કેમેરા(Body Warn camera) અને ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર યાત્રા પર બાજ નજર રાખવામાં આવશે.

યુવા અને નિર્ણાયક ગૃહપ્રધાનનું આ પગલું લોકોમાં યાત્રાની સુરક્ષા બાબતનો વિશ્વાસ વધુ મજબૂત કરશે

આ પણ વાંચો: ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવાની અનોખી રસમ, 5 દિવસ સુધી ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરી શકે

શકમંદ વ્યક્તિઓને પોલીસની નજર સ્કેન કરી રહી છે - ગુજરાત ATS અને ચારેય મોટા શહેરોની ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ(Special Operations Group teams) દિવસો પહેલા ગુપ્ત સર્વેલન્સ શરૂ(Initiate secret surveillance) કરી દીધું છે. રાજ્યમાં તમામ શકમંદ વ્યક્તિઓને પોલીસની નજર સ્કેન કરી રહી છે. આવા સંજોગોમાં રથયાત્રા દરમિયાન અસામાજિક તત્વોને ડામી દેવા(Preventing antisocial elements) પોલીસે ખાસ પ્રકારના એક્શન પ્લાન(Ahmedabad Police Action Plan) પણ તૈયાર કર્યા છે. અત્યાધુનિક ગન અને ડ્રોનનો ઉપયોગ ઉપરાંત ગુપ્તચર વિભાગ પણ અત્યારથી એલર્ટ મોડ પર આવી ગયું છે. પોલીસે જીપીએસ સિસ્ટમ અને આખી રથયાત્રાના રૂટ પર સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવાનો પ્લાન પણ ઘડી કાઢ્યો છે. જેમાં 400 જેટલા બોડી ઓન કેમેરાથી વોચ રાખવામાં આવશે.

સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મારફતે ધાબા ચેકીંગનું ઓપરેશન હાથ ધર્યું હતું - ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. રથયાત્રા રૂટ પર સુરક્ષાને લઈને સહેજ પણ કચાસ ના રહે તે માટે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, BDDS, ડોગ સ્કોર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા રૂટ પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મારફતે ધાબા ચેકીંગનું ઓપરેશન હાથ ધર્યું હતું. BDDS અને ડોગ સ્કોર્ડ દ્વારા મંદિર પરિસર અને ત્રણે રથનું ઝીણવટપૂર્વક ચેકિંગ કર્યું હતું.

આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીના વાઘા થયા તૈયાર, જાણો શું છે ખાસ વિશેષતા

તંત્રના ઉચ્ચ અધિકારીઓ કર્યું ફૂટ પેટ્રોલિંગ - આ તમામ વ્યવસ્થાઓને રિહર્સલ સ્વરૂપે યાત્રાના રૂટ પર આજે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં યુવા અને નિર્ણાયક ગૃહપ્રધાનનું આ પગલું લોકોમાં યાત્રાની સુરક્ષા બાબતનો વિશ્વાસ વધુ મજબૂત કરશે અને ગુજરાતના ગૌરવ સમાન અષાઢી બીજની ભગવાન જગન્નાથની યાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.