- 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં થશે વેક્સિનેશનનો પ્રરંભ
- PM મોદી વેક્સિનેશનનો કરાવશે પ્રારંભ
- ગુજરાતમાં તમામ નેતાઓ અને ભાજપના ધારાસભ્યોને સોંપાઇ જવાબદારી
- તમામ જિલ્લાઓમાં પ્રધાનો અને ધારાસભ્યો રહેશે હાજર
- અમદાવાદમાં CM રૂપાણી અને DyCM નીતિન પટેલ રહેશે હાજર
ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી છે, પરંતુ ભારત દેશે કોરોનાનો તોડ એવો કોરોનાની વેક્સિન પ્રાપ્ત થઇ છે, પૂણેથી લગભગ તમામ શહેરોમાં કોરોનાની વેક્સિનનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે. ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે પણ વેક્સિનેશનના કાર્યક્રમ બાબતે તમામ પ્રધાનો અને ધારાસભ્યોને જવાબદારી સોપવામાં આવી છે. આમ તમામ જિલ્લાઓમાં એક એક પ્રધાનો હાજરી આપશે.
સરકાર અને સંગઠનમાં આપવામાં આવી જવાબદારી
16 જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વ્યક્તિનેનો કાર્યક્રમની શરૂઆત કરશે. ત્યારે ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો વેક્સિનેશનની વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર અને સંગઠન દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના તમામ ધારાસભ્યોને અલગ-અલગ સ્થળોએ વેક્સિનેશન કાર્યક્રમમાં હાજરી આપવાની પણ સૂચના આપવામાં આવી છે. વ્યક્તિનેનો બહોળો પ્રચાર આપવા માટે સરકાર અને સંગઠન દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનનું નામ | ક્યાં રહેશે હાજર? |
---|---|
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ | અમદાવાદ સિવિલ હોસ્પિટલ |
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ | સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલ |
વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ | નડિયાદ સિવિલ હોસ્પિટલ |
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા | પેટલાદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ |
કેબિનેટ પ્રધાન દિલીપ કુમાર ઠાકોર | ગાંધીનગર જનરલ હોસ્પિટલ |
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા | દાહોદની ઝાયડસ હોસ્પિટલ |
રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર | છોટા ઉદેપુરના સૂર્ય ઘોડા PHC સેન્ટર |
રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી | વલસાડના દેહરી PHC સેન્ટર |
રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ | સુરતની BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ |
ઉર્જા પ્રધાન સૌરભ પટેલ | બોટાદ |
રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે | ભાવનગરના U PHC શિવાજી સર્કલ |
કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા | જૂનાગઢની મેડીકલ કોલેજ |
કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા | સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, જેતપુર |
રાજ્યકક્ષાના પ્રધાન વાસણભાઈ આહિર | કચ્છની જી. કે. જનરલ હોસ્પિટલ |
કેબિનેટ પ્રધાન આર. સી. ફળદુ | રાજકોટ શહેરમાં PDU હોસ્પિટલ |
રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા | જામનગર મેડીકલ કોલેજ |
કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર | બારડોલી |
આમ ગુજરાત ભાજપ અને રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેલા CHC અને PHC સેન્ટર તથા કોર્પોરેશન વિસ્તારના સરકારી હોસ્પિટલમાં તમામ ધારાસભ્યો બોર્ડ અને નિગમના ચેરમેન્સ તથા રાજ્યકક્ષાના કેબિનેટ કક્ષાના પ્રધાનોને હાજર રહેવા માટેનું આયોજન કર્યું છે.