ETV Bharat / city

The tallest temple in the world : વિશ્વ ઉમિયાધામના મંદિર નિર્માણનું કાર્ય શરૂ - ઉમિયાધામ મંદિર જાસપુર

વિશ્વના સૌથી ઊંચા(The tallest temple in the world) 504 ફૂટમાં(504 feet temple) ઉમિયાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ (Commencement of construction work of Umiyaji temple) 22 નવેમ્બરથી થઇ રહ્યો છે. જેમાં શ્રી શતચંડી મહાયજ્ઞ, 31,000 દીવાઓનો દીપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન પણ કરાયું (Addiction free bike rally organized) હતું. તેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સંતોમહંતો ઉપસ્થિત રહેશે.

The tallest temple in the world : વિશ્વ ઉમિયાધામના મંદિર નિર્માણનું કાર્ય શરૂ

author img

By

Published : Nov 22, 2021, 6:07 PM IST

● આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ

● અમેરિકા સહિત અનેક દેશોમાં પરિભ્રમણ કરી ગંગાજળથી ભરેલાં નિધિ કળશનું મહાપૂજન થયું

● શતચંડી મહાયજ્ઞ અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અમદાવાદઃ મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા ( The tallest temple in the world ) ભવ્ય મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે. જેમાં શતચંડી મહાયજ્ઞ, 31000 (31 હજાર) દીવાઓનો દીપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું છે. સાથે જ સાંજે કાર્ય પ્રારંભ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) ઉપસ્થિત રહેશે.

અમેરિકા સહિત અનેક દેશોમાં પરિભ્રમણ કરી ગંગાજળથી ભરેલાં નિધિ કળશનું મહાપૂજન થયું

શતચંડી મહાયજ્ઞ

વિશ્વ ઉમિયાધામ (Commencement of construction work of Umiyaji temple) નિર્માણ કાર્યના શુભપ્રસંગે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લીધો હતો. શાસ્ત્રો અનુસાર 10 નવચંડી યજ્ઞનું ફળ એક શતચંડી મહાયજ્ઞમાં મળે છે.

31000 દીવાનો દીપોત્સવ

જાસપુર ખાતે નિર્માણાધીન મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31000 દીવા પ્રગટાવી દીપોત્સવની ઉજવણી કરાશે. વિશેષરૂપે દીપોત્સવમાં 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો 31000 દીવા પ્રગટાવશે.

ભવ્ય શોભાયાત્રા

મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યપ્રારંભ પ્રસંગે અમદાવાદ SG Highway સ્થિત SGVP ગુરૂકૂળથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં હાથી,ઘોડા અને ઉંટ સહિત ઉમિયાના ભક્તો જોડાયા હતાં. શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસનમુક્તિ (Addiction free bike rally organized) અને કોરોના વેક્સિનેશન અંગેની જાગૃતિનો હતો.

શોભાયાત્રામાં હાથી,ઘોડા અને ઉંટ સહિત ઉમિયાના ભક્તો જોડાયા હતાં

108 નિધિ કળશ પૂજન

જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના ( Vishwa Umiyadham ) નિર્માણમાં ગંગા જળનો ઉપયોગ થાય એ હેતુથી ગંગા જળથી ભરેલાં 108 કળશનું મંદિર પરિસરમાં બપોરે પૂજન થયું હતું. વિશેષરૂપે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પરિભ્રમણ કરેલાં નિધિ કળશનું વિશ્વ ઉમિયાધામ મંદિરમાં મહાપૂજન થયું હતું.

આ પણ વાંચોઃ જાસપુરમાં ઉમિયાધામ શિલાન્યાસમાં બે દિવસમાં 5 લાખ ભક્તો ઉમટશે, ભોજનપ્રસાદની તૈયારીઓ જોરશોરમાં

આ પણ વાંચોઃ અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમિયાધામ કેમ્પસનું કર્યું ભૂમિપૂજન, સોમપૂરા પથ્થરોથી બનાવાશે મંદિર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.