ETV Bharat / city

ગુજરાતમાં હોસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓઃ સુપ્રીમ કોર્ટે લાલઘુમ થઈ ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ - ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ

રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં 6 દર્દીના મોત થયા હતા. જેની નોંધ સુપ્રીમ કોર્ટે પણ લીધી છે. સુપ્રીમ કોર્ટે નોંધમાં કહ્યું કે, રાજકોટની હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 6 કોવિડ પેશન્ટના મોત ખૂબ જ આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટે દુઃખ વ્યકત કરીને જણાવ્યું કે, આ ઘટનાની તપાસ થવી જોઈએ અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે. વધુમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ગુજરાત સરકારે આનો જવાબ આપવો પડશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈશે. ત્રણ જજની બેન્ચે આ ઘટના અંગે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. જોઈએ ગુજરાતમાં આગની દુર્ઘટનાઓ પર ઈટીવી ભારતનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં હોસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓઃ સુપ્રીમ કોર્ટે લાલઘુમ થઈ ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ

author img

By

Published : Nov 27, 2020, 7:59 PM IST

Updated : Nov 27, 2020, 8:29 PM IST

  • ગુજરાતમાં વારંવાર બનતી આગની દુર્ઘટનાઓ
  • સુપ્રીમ કોર્ટે નોંધ લીધી, કહ્યું ગુજરાત સરકાર જવાબ આપે
  • જવાબદારો સામે કડક કાર્યવાહી કરો: સુપ્રીમ કોર્ટ

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દેશભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાના અમલીકરણ માટે કડક અપવાદ લીધો હતો. સમય સમયે તેનું ચેકિંગ થવું જોઈએ અને રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતું નથી. વિજળીની લાઈનોનું નિરિક્ષણ નબળું હોય તે આગના અકસ્માત તરફ દોરી જાય છે.

ગુજરાત સરકારે જવાબ આપવો પડશે

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી એવા સમયે થઈ છે કે ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં જ વારંવાર આગના બનાવ બન્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને હવે રાજકોટ હોસ્પિટલમાં આગની ઘટના બની છે, જેમાં નિર્દોષોના જીવ ગયા છે. ઘટના ઘટ્યા પછી તપાસ અને અહેવાલોમાં ઘટના ભુલાઈ જાય છે. સરકારો દ્વારા નવી આવી કોઈ ઘટના ન બને તે માટે કોઈ આગોતરુ આયોજન થતું નથી. જે માટે જ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરવી પડી છે. અને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતાં 8 દર્દીના મોત નીપજ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના માટેની હોસ્પિટલ જાહેર કરાયા બાદ પણ આ હોસ્પિટલમાં ફાયરસેફ્ટી હતી કે, કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યા હતા. હોસ્પિટલમાં 49 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. આ આગ રાત્રે 3 વાગે લાગી હતી અને 4 વાગ્યેને 20 મીનીટે બુઝાવામાં આવી હતી. આ આગમાં 5 પુરુષ અને ત્રણ મહિલાના મોત થયા હતા અને એક મેડિકલ પેરામેડીકલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા હતા. એફઆઈઆર થઈ, ટ્રસ્ટીની ઘરપકડ થઈ, તપાસ માટે કમિટીની રચના થઈ, રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીની તપાસના આદેશ પણ આપ્યા, પણ દિવસો વિત્યા પછી કામ શુન્ય જેવી સ્થિતિ રહે છે.

વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં આગ

વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી, આ સર્જાયેલી દુર્ઘટનામાં હોસ્પિટલના ICU વોર્ડના એક વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં જાનહાનિ થઇ ન હતી, પરંતુ આ વોર્ડમાં કોરોનાની સારવાર લઇ રહેલા 35 દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

એસએસજીમાં ફરીથી આગ

ત્યાર પછીના ત્રણ દિવસ પછી મોડીરાત્રે હોસ્પિટલના ન્યુરોસર્જરી વોર્ડમાં આવેલા ઇલેક્ટ્રીક રૂમના વાયરિંગમાં ઘર્ષણને પગલે ચમકારો થતાં આગની જ્વાળાઓ ભડકી હતી, પરંતુ સ્ટાફ એલર્ટ હતો. જેના કારણે તાત્કાલિક અગ્નિશામક સાધનોની મદદથી આગ બુઝાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. સદનસીબે કોઈનું મોત થયું ન હતું. પણ આ ઘટના ઘટી તે ગંભીર તો કહી જ શકાય.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગનો બનાવ

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાતે આગ લાગી હતી, જેમાં 5 લોકોના મોત થયા છે. આઈસીયુ વોર્ડમાં 11 પૈકી 6 દર્દીઓને બચાવી લેવાયા હતા, જ્યારે પાંચ દર્દી આગમાં જીતવા ભડથુ થઈ ગયા હતા. હજી તો સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી.

અગ્નિકાંડ મુદ્દે હવે 1 ડિસેમ્બર સુનાવણી

ગુજરાતની હોસ્પિટલોમાં આગની ઘટનાના પડઘા સુપ્રીમ કોર્ટમાં સંભળાયા છે. સુપ્રીમ કોર્ટ આગની ઘટનાઓને મુદ્દે લાલઘૂમ થઈ છે અને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. હવે પછી સુનાવણી પહેલી ડિસેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટના જજે નોંધ લીધી છે કે આપણે આવી ઘટનાના મુળમાં જવું જોઈએ અને સાચુ કારણ શોધવું જ રહ્યું. આપણે આવી દુર્ઘટનાઓ ફરીથી ન થાય તેની તકેદારી હવે રાખવી રહી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પ્રતિક્રિયા

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીશ દોશીએ પ્રતિક્રિયા આપતા ETV Bharatને જણાવ્યું કે, ત્રણ મહિનામાં હોસ્પિટલોમાં આગના સાત બનાવોમાં 13 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. દરેક દુર્ઘટના પછી સરકાર દ્વારા તપાસના આદેશ ફકત કાગળ પર રહ્યો છે. એકપણ ઘટનાનો અહેવાલ હજુસુધી જાહેર થયો નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલને ભાડે લઈને કોવિડ સેન્ટર ચલાવનાર સંચાલકો ભાજપ સરકારના સાથીદારો છે, ત્યારે સમગ્ર દુર્ઘટનામાં સત્ય તપાસમા સામે આવશે ખરુ?

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીશ દોશીની પ્રતિક્રિયા

શ્રેય હોસ્પિટલ આગની દુર્ઘટનાનો અહેવાલ કયાં?

અમદાવાદની શ્રેય હોસ્પિટલ આગની ઘટનામાં સરકારે અધિક મુખ્ય સચિવ(ગૃહ વિભાગ) સંગીતા સિંઘ અને અધિક મુખ્ય સચિવ(શહેરી વિકાસ) ત્રણ દિવસમાં અહેવાલ આપવાનો આદેશ કર્યો હતો. પણ આજે આગ દુર્ઘટનાને 114 દિવસ થયા છતા અહેવાલ કયાં? તે પશ્ન સરકારને પુછ્યો છે. તપાસના તારણો કયા? જવાબદાર કોણ? વડોદરાની આગની ઘટના સમયે આગ લાગવાના કારણો અંગે નિમાયેલી તપાસ સમિતીનો અહેવાલ કેમ જાહેર કરવામાં આવ્યો નથી. ગુજરાત હાઈકોર્ટની ફટકાર છતા રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફટીના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે અને વારંવાર માનવજિદંગીઓ આગમાં હોમાઈ રહી છે.

ફાઈલ વીડિયો: અમદાવાદની હ્રદય કોવિડ હોસ્પિટલમા આગ લાગી ત્યારની ઘટના

Last Updated : Nov 27, 2020, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.