- કોગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં વિખવાદ
- પ્રમુખ તરીકે 5 વર્ષથી નીમાયેલા મહિપાલસિંહ ગઢવી નિષ્ક્રિય
- મહિપાલસિંહથી નારાજ કાર્યકરોની રાહુલને રજૂઆત
અમદાવાદ: દેશભરમાં કોગ્રેસમાં તો આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, પણ હવે કોગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં પણ વિખવાદ શરૂ થયો છે. ગુજરાત (Gujarat)ના પ્રમુખ તરીકે 5 વર્ષથી નીમાયેલા મહિપાલસિંહ ગઢવી નિષ્ક્રિય છે, જેના કારણે સંગઠન નબળું થઈ રહ્યું છે. સંગઠનની માગ છે કે આ અંગે વિચારણા કરીને માળખામાં ફેરફાર કરવામાં આવે જેથી પહેલી જેમ NSUI મજબૂત બની શકે. આ તમામ રજૂઆત લઈને NSUIના સચિવે તથા કાર્યકરોએ રાહુલ ગાંધી અને નીરજ કુંદનને પત્ર લખ્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
પ્રમુખ નિષ્ક્રિય
પ્રમુખ મહિપાલ સિંહથી નારાજ NSUIના જ જૂથના કાર્યકરોએ રાહુલ ગાંધી અને નીરજ કુંદનને મેઈલ અથવા લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, 2016થી મહિપાલસિંહ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ મહિપાલસિંહ દ્વારા વિદ્યાર્થીઓ માટે કે સંગઠન માટે કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા નથી. NSUIના અનેક કાર્યકરો વિદ્યાર્થીઓ સાથે સીધા જોડાયલા છે.
આ પણ વાંચો : NSUIની માગ, ધોરણ 10 અને ધોરણ 12ના રીપીટરોને પણ આપો માસ પ્રમોશન
ભણામણ દ્વારા પ્રમુખ બન્યા
મહિપાલસિંહની નિમણૂક કેટલાક નેતાઓની ભલામણના આધારે કરવામાં આવી છે, જેના કારણે સક્રિય જૂથ અને કાર્યકરોમાં નિરાશા જોવા મળી છે. NSUIના જ આગેવાનના જણાવ્યા અનુસાર મહિપાલસિંહ ગઢવી બાબતે રજૂઆત કરવા એક ટીમ દિલ્હી ગઈ છે. નબળું પડેલા સંગઠન અને પ્રમુખથી નારાજગી બાબતે રજૂઆત કરવામાં આવશે અને સક્રિય હોય તેવા વ્યક્તિની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે જેથી સંગઠન ફરીથી મજબૂત થઈ શકે.
આ પણ વાંચો : VNSGUમાં NSUI દ્વારા ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવાની કરાઈ માગ